Site icon hindi.revoi.in

સંસદમાં સાંસદો શીખશે સંસ્કૃત, 10 દિવસની શિબિર લગાવશે સંઘનું આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતી

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશમાં સંસ્કૃતને સામાન્ય બોલચાલની ભાષા બનાવવાની દિશામાં મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ઝૂંપડપટ્ટીથી લઈને હવે દેશની સૌથી મોટી પંચાયત સંસદભવનમાં પણ દશ દિવસની શિબિર લગાવવાની તૈયારી થઈ રહી છે. આ યોજના આરએસએસના આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતીએ તૈયાર કરી છે.

સંસદભવનમાં સંસ્કૃત શીખવવા માટેની શિબિરનું આયોજન સંઘ માટે ઉત્સાહીત કરનારું છે, કારણ કે આ વખતે સંસદમાં જ્યાં સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદોની સંખ્યા વધી છે, તો અંગ્રેજીમાં શપથ લેનારા સાંસદોની સંખ્યા ઘટી છે. સંઘની કોશિશ છે કે આગામી લોકસભામાં અંગ્રેજીથી વધારે સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદો હોય. જેથી અંગ્રેજીના દબદબાને પડકારતા દેશમાં સંસ્કૃતને લઈને મોટો સંદેશ જાય.

સંસદભવનમાં શિબિર લગાવવાના સંદર્ભે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતની તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત થઈ ચુકી છે. સંસ્કૃત ભારતીનો આ પ્રસ્તાવ ઓમ બિરલાને પસંદ પડયો છે. તેમણે નજીકના સમયગાળામાં દશ દિવસ માટે શિબિર આયોજીત કરવાનું આશ્વાસન આપ્યું છે.

આરએસએસની કોશિશોને કારણે દેશમાં સંસ્કૃતનો પ્રસાર તાજેતરના વર્ષોમાં વધ્યો છે. સાંસદ સંસ્કૃતમાં શપથ લેવામાં રસ અને ગર્વ મહેસૂસ કરવા લાગે છે. 2014માં જ્યાં 34 સાંસદોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. તો આ વખતે 2019માં 47 સાંસદોએ શપથ લીધા હતા. જ્યારે 2014માં 114નો મુકાબલો આ વખતે માત્ર 54 સાંસદ જ અંગ્રેજીમાં શપથ લીધા હતા. 17મી લોકસભામાં સૌથી વધારે 210 સાંસદોએ હિંદીમાં શપથ લીધા હતા. આ પ્રકારે જોવામાં આવે, તો હવે અંગ્રેજી અને સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદો વચ્ચે માત્ર સાતનો તફાવત રહી ગયો છે.

આની પાછળ આરએસએસની પ્રેરણા હોવાનું જણાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, પ્રતાપચંદ સારંગી, ગઢવાલના સાંસદ અને  ભાજપના રાષ્ટ્રીય સચિવ તીરથસિંહ રાવત, મિનાક્ષી લેખી, પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મિદનાપુરના સાંસદ દિલીપ ઘોષ વગેરેએ આ વખતે સંસ્કૃતમાં શપથ લીધા હતા. તેવામાં સાંસદોને સોમવારે દિલ્હીની કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં સંસ્કૃત ભારતી તરફથી સમ્માનિત પણ કરવામાં આવ્યા. પરંતુ સંસ્કૃત ભારતી દેશની સૌથી મોટી પંચાયત સંસદના તમામ સાંસદોને સંસ્કૃત પ્રત્યે પ્રેમ પેદા કરવાની કોશિશમાં છે.

આજતકની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં સંસ્કૃત ભારતીના દિલ્હી પ્રાંતના મંત્રી કૌશલ કિશોર તિવારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સંસદ ભવનમાં કુલ 20 કલાકની આ શિબર દશ દિવસ સુધી ચાલશે. દરરોજ બે કલાક સાંસદોને સંસ્કૃત લખવા, વાંચવા અને બોલવાની તાલીમ અપાશે. પ્રશિક્ષણ સંસ્કૃત ભારતી સાથે જોડાયેલા આચાર્ય આપશે. તેમણે ક્હયુ છે કે ઘણાં સાંસદોએ ખુદ સંગઠન દ્વારા આ શિબિર લગાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પછી આ નિર્ણ કરવામાં આવ્યો છે. તિવારીએ કહ્યુ છે કે ભાષાનો પ્રસાર માત્ર લખવા અને વાંચવાથી જ થતો નથી. પરંતુ બોલવાથી થાય છે. આ શિબિર દ્વારા સાંસદોને સંસ્કૃત બોલવા માટે પ્રેરીત કરવામાં આવશે. જો સાંસદ સંસ્કૃત બોલતા દેખાશે તો સામાન્ય લોકો પણ પ્રેરીત થશે. તિવારીએ કહ્યુ છે કે જ્યાં પણ સંસ્કૃતના હિત જોડાયેલા છે, ત્યાં સંસ્કૃત ભારતી ઉભી છે.

આંબેડકરને પણ હતો સંસ્કૃતથી પ્રેમ

સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતે ક્હ્યુ છે કે દેશમાં આજે ત્રણ કરોડ સ્ટૂડન્ટ્સ સંસ્કૃત ભણી રહ્યા છે. તેમ છતાં પણ આ ભાષાને પુનર્જીવિત કરવા માટે પ્રયાસ ચાલુ છે, કારણ કે લોકો તેને બોલતા નથી. સંસ્કૃતમાં 45 લાખથી પણ વધુ પાંડુલિપિ છે. તેમણે કહ્યુ છે કે ભારત માત્ર સંસાધનોથી જ વિશ્વગુરુ બનશે નહીં, તેણે સંસ્કૃત પણ અપનાવવી પડશે. જન-જનમાં તેનું જાગરણ કરવું પડશે.

ડૉ. આંબેડકરે પણ સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાની તરફદારી કરી હતી. કેટલાક લોકોએ ત્યારે તેમને સવાલ પુછયો હતો કે તમે તો દલિત છો, પછી કેવી રીતે બ્રાહ્મણોની ભાષાની તરફદારી કરી રહ્યા છો. તેના પર તેમણે કહ્યુ હતુ કે સંસ્કૃત જન-જનની ભાષા છે. આંબેડકરે ખુદને સવાલ પુછનારાઓને સામો પ્રશ્ન કર્યો હતો કે વાલ્મીકિ ક્યાં વર્ગના હતા, તેમણે પણ તો સંસ્કૃતમાં રામાયણની રચના કરી હતી ને? દિનેશ કામતે કહ્યુ છે કે સંસ્કૃત જ એવી ભાષા છે કે જે આખા દેશને એકસૂત્રમાં બાંધી શકે છે. તે અતીતમાં સંસ્કૃતનો કરતા આવ્યા છે, ચાહે તે કરુણાનિધિ હોય અથવા જયલલિતા, તેમના નામ પણ સંસ્કૃતમાં જ હતા.

Exit mobile version