નાગપુર:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 20મી મેના રોજ નાગપુરમાં મોટી બેઠક આયોજીત કરી રહ્યું છે. આમા આરએસએસના તમામ દિગ્ગજ અને ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ સામેલ થઈ રહ્યા છે. આ બેઠકમાં 23 મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સંબંધિત આકલનો મામલે ચર્ચા થવાની છે.
અહેવાલો પ્રમાણે, આ બેઠકમાં ભાજપ અધ્યક્ષના પદની ચૂંટણી પર પણ ચર્ચા થશે. એવી ચર્ચા પણ છે કે બેઠકમાં ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થાય તેવી શક્યતા છે. પરંતુ આની પુષ્ટિ થઈ શકી નથી.
2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી અભૂતપૂર્વ જીતના બે માસ બાદ જ ભાજપની કમાન અમિત શાહને સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં ભાજપે ઘણી વિધાનસભા ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભાજપ પોતાના પગ જમાવતું દેખાયું છે.
2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહે અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધીમાં 47 પ્રવાસો ર્યા છે. એટલું નહીં, પાંચ વર્ષોમાં તેઓ 1500 જાહેરસભામાં પ ભાગ લઈ ચુક્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રમાણે, ગત પાંચ વર્ષોમાં પાંચમાંથી ત્રણ પ્રવાસો ચૂંટણી સંદર્ભે જ કર્યા છે. જ્યારે અન્ય પ્રવાસો પાર્ટી સંયોજન સાથે સંબંધિત હતા.
ભાજપના નેતા પ્રમાણે, અમિત શાહ છ લાખ કિલોમીટરનો પ્રવાસ ચૂંટણી સંદર્ભે કર્યો છે. જ્યારે ચાર લાખ 13 હજાર કિલોમીટરનો પ્રવાસ પાર્ટીના સંયોજન કાર્ય માટે કર્યો છે.
અમિત શાહે 2014 અને 2016માં 191 બેઠકો અને 2017માં 188 બેઠકો કરી હતી. જ્યારે 2018માં 350 જાહેરસભા કરી છે. ગત વર્ષ ભાજપે પોતાની કારોબારી બેઠકમાં સંસદીય ચૂંટણીને કારણે પાર્ટીની અંદર ચૂંટણીને સ્થગિત કરી દીધી હતી. પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે કોઈપણ પાર્ટીના પ્રમુખ તરીકે સતત બે ટર્મથી વધારે સમય રહી શકે નહીં.
જો કે અમિત શાહનો કાર્યકાળ 2016માં શરૂ થયો છે. 2014માં યુપીમાં ભાજપને મોટી જીત અપાવ્યા બાદ તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 2014ની ચૂંટણીના વોર રૂમનો ભાગ રહેલા એક વ્યક્તિ જણાવે છે કે 2019ની ચૂંટણી અમિત શાહની ચૂંટણી છે. લાંબા સમય સુધી ચૂંટણી માટે કામ કરી રહેલા અમિત શાહ મોટાભાગના સ્થાનો પર પોતાના પગ જમાવી ચુક્યા છે. દિલ્હીના દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના નવા કાર્યાલયમાં પાંચમા માળે એક કંટ્રોલરૂમ હતો. જેને એકલા અમિત શાહને સોંપી દેવામાં આવ્યો હતો.