Site icon hindi.revoi.in

RSSના સરકાર્યવાહ ભૈયાજી જોશી નીતિન ગડકરીને મળ્યા

Social Share

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ અહીં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે.

રવિવારે એક્ઝિટ પોલ્સના તારણોની પૃષ્ઠભૂમિમાં નાગપુર ખાતે આ બેઠક યોજાઈ હતી. એક્ઝિટ પોલ્સમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને સંપૂર્ણ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે.

સીએનએન ન્યૂઝ 18-IPSOSએ એક્ઝિટ પોલમાં ભાજપ અને તેના સાથીપક્ષોને સૌથી વધુ 336 બેઠકો અને ભાજપને 276 બેઠકો મળવાનું અનુમાન દર્શાવ્યું છે. યુપીએને 82 અને કોંગ્રેસને 46 બેઠકો મળતી દર્શાવવામાં આવી હતી.

ABP-Nielsenના એક્ઝિટ પોલમાં એનડીએને 267, યુપીએને 127 અને અન્યને 148 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. જ્યારે યુપીમાં મહાગઠબંધનને 50 બેઠકો મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.

Times Now-VMRના એક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોને 306 અને Republic TV-C- Voterના એક્ઝિટ પોલમાં એક બેઠક ઓછી દર્શાવવામાં આવી હતી.

Times Now-VMRના એક્ઝિટ પોલમાં યુપીએને 132 અને અન્યને 104 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

જ્યારે Republic TV-C- Voterના એક્ઝિટ પોલમાં યુપીએને 12, અન્યને 113 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. BSP-SP-RLDને યુપીની 80માંથી 26 લોકસભા બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

રિપબ્લિક ટીવી દ્વારા જન કી બાત પ્રોગ્રામમાં ભાજપ અને તેના સાથીપક્ષોને 287 બેઠકો, જ્યારે યુપીએને 128 બેઠકો અને અન્યને 127 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં યુપીમાં મહાગઠબંધનને 40 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

NewsX-Netaના સર્વેક્ષણમાં ભાજપ અને સાથીપક્ષોને 22 બેઠકો અને તેમાથી ભાજપને 202 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. યુપીએને 165 અને અન્ય પક્ષોને 136 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

BTVI-C-Voterના એક્ઝિટ પોલમાં એનડીએને 287 અને યુપીએને 128 બેઠકો પ્રાપ્ત થઈ છે. અન્યના ખાતામાં 127 બેઠકો જતી દર્શાવવામાં આવી છે.

Zee TVના એક્ઝિટ પોલમાં એનડીએને 300 બેઠકો અને યુપીએને 128 તથા અન્યને 114 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

Exit mobile version