નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે જે પણ અનામતના પક્ષ અને વિપક્ષમાં છે, તેમની વચ્ચે સૌહાર્દપૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઈએ. ભાગવતે રવિવારે કહ્યુ છે કે જે લોકો અનામતના પક્ષમાં છે, તેમણે અનામતને લઈને તેમના હિતોને વિચારીને બોલવું જોઈએ જે આની વિરુદ્ધ છે અને તેવી જ રીતે જે લોકો તેના વિરોધમાં છે, તેમણે તેમના હિતોને વિચારીને બોલવું જોઈએ કે જે તેની વિરુદ્ધ છે અને આવી રીતે જે લોકો તેના વિરોધમાં છે, તેમણે તેમના હિતોને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ કે જે આનું સમર્થન કરે છે. તેમણે કહ્યુ છે કે તેઓ પહેલા પણ અનામત પર ચર્ચા કરી ચુક્યા છે, પરંતુ દરેક વખતે એટલો હંગામો થઈ જાય છે કે આખો મુદ્દો ભટકી જાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાગવતે જ્ઞાન ઉત્સવ સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું. આ ક્રાર્યક્રમ ઈગ્નૂમાં આયોજીત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યુ છે કે આરએસએસ, ભાજપ અને ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર, ત્રણેય અલગ-અલગ એકમો છે અને કઈને પણ એકબીજાના કામ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.
તેની સાથે જ ભાગવતે કહ્યુ છે કે ભાજપ, આરએસએસની દરેક વાતથી સંમત હોય, તે જરૂરી નથી. તેમણે કહ્યુ છે કે ભાજપ સરકારમાં સંઘ કાર્યકર્તા હોવાને નાતે તેઓ સંઘને સાંભળશે. પરંતુ તેઓ સંઘની દરેક વાત સાથે સંમત થાય તે જરૂરી નથી. પાર્ટીને સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રીય હિત પ્રાથમિકતા બની જાય છે.