Site icon hindi.revoi.in

BJPની ભવ્ય જીતથી ઉત્સાહિત RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- હવે રામનું કામ થઈને રહેશે

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનના ઉદયપુરના પ્રવાસે છે. આ દરમિયાન રામમંદિરના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘રામનું કામ કરવાનું છે તો રામનું કામ થઈને રહેશે.’

આરએસએસ શરૂઆતથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પેરવી કરી રહ્યું છે. આ માટે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલનો પણ ચલાવવામાં આવ્યા છે. આ સંસ્થા પ્રવર્તમાન બીજેપી સરકાર પર દબાણ પણ કરતી આ છે જેથી કોઇ યોગ્ય ફેંસલા હેઠળ રામમંદિરનું નિર્માણ થઈ શકે. જોકે કેન્દ્રની મોદી સરકાર આ મુદ્દો કોર્ટ મારફતે ઉકેલવા માંગે છે. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર મંદિર બનશે કે નહીં, હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ઉલ્લેખનીય છે કે ઉદયપુર પહોંચેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સોમવારે બડગામ વિસ્તારમાં પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં નવનિર્મિત ભક્તિધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે સંઘ પ્રમુખ ભાગવત અને રામકથા વાચક સંત મોરારીબાપુએ મહારાણા પ્રતાપના શૌર્ય, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા લેવાની વાત કરી. એટલું જ નહીં, બંનેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણને ભવિષ્ય માટે શુભ સંકેત જણાવીને રાષ્ટ્રનિર્માણ માટે યુવાનોને ફક્ત રામ નામ જપવા જ નહીં પરંતુ રામ માટે કામ કરવાનું પણ આહ્વાન કર્યું.

કાર્યક્રમને સંબોધિત કરતા આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યું કે ઇતિહાસ કહે છે કે જે દેશના લોકો સજાગ, શીલવાન, સક્રિય અન બળવાન હોય, તે દેશનું ભાગ્ય સતત આગળ વધે છે. સંઘ પ્રમુખે કહ્યું કે હંમેશાં ચર્ચા થાય છે કે ભારત વિશ્વશક્તિ બનશે પરંતુ તે પહેલા અમારી પાસે એક ડરનો એક ડંડો ચોક્કસપણે હોવો જોઇએ, ત્યારે દુનિયા માનશે. મોહન ભાગવતે મોરારીબાપુના સંબોધનની યાદ અપાવતા કહ્યું કે રામનું કામ બધાએ કરવાનું છે અને રામનું કામ થઈને રહેશે.

Exit mobile version