આરએસએસ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે દૂરસંચાર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ ખાસ કરીને ચીનની કંપનીઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. મંચે કહ્યુ છે કે સરકારે સુરક્ષાની દ્રષ્ટિથી દેશના દૂરસંચાર નેટવર્કના નિર્માણનું કામ ડોમેસ્ટિક કંપનીઓ માટે જ અનામત રાખવું જોઈએ.
મંચે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓને ટાંકીને રવિવારે કહ્યું છે કે દૂરસંચાર નેટવર્ક ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ અને ખાસ કરીને ચીની કંપનીઓના પ્રવેશને મંજૂરી આપવી જોઈએ નહીં. સ્વદેશી જાગરણ મંચે દૂરસંચાર ક્ષેત્રના મહત્વપૂર્ણ અને રણનીતિક માળખાગત ક્ષેત્ર ઘોષિત કરવાની માગણી કરતા વિદેશીઓના પ્રવેશ પર રોક લગાવવાની વ્યવસ્થા કરવાની તાકીદ કરી છે.
એસજેએમના રાષ્ટ્રીય સહસંયોજક અશ્વિની મહાજને કહ્યુ છે કે 5જી માટે સંપૂર્ણપણે સ્વદેશી કંપનીઓને નેટવર્ક તૈયાર કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યુ છે કે વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરવા છતાં ભારતીય કંપનીઓને પોતાના જ બજારમાં પ્રતિસ્પર્ધા કરવાનો મોકો અપાઈ રહ્યો નથી.
મહાજને કહ્યુ છે કે દૂરસંચારને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ રણનીતિક માળખાગત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે. આમ કરવા પર તેમા વિદેશી ઉપકરણોની આયાત પર પ્રતિબંધને વિશ્વ વ્યાપાર સંગઠનમાં પડકારી શકાશે નહીં.
તેમણે કહ્યુ છે કે હાલના સમયે ભારતની દૂરસંચાર કંપનીઓના નેટવર્કનો એક મોટો હિસ્સા ચીનના નિયંત્રણમાં છે. જ્યારે ચીનની સૈનિક રણનીતિક સૂચના પર અધિકારને કેન્દ્રીય મહત્વ આપવામાં આવ્યું છે. મહાજને કહ્યુ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તર્જ પર ભારતે પણ ભારતીય સામાન ખરીદો અધિનિયમ અને દૂરસંચાર સુરક્ષા અધિનિયમ બનાવવો જોઈએ.
તેમણે કહ્યુ છે કે ભારતીય કંપનીઓ સંપૂર્ણપણે દેશમાં જ નેટવર્ક વિકસિત કરવામાં સક્ષમ છે, પરંતુ તેમને અન્ય દેશોની જેમ પોતાની સરકાર પાસેથી પ્રોત્સાહન મળી રહ્યું નથી. તેમણે કહ્યુ છે કે ચીનની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા માહિતી અને તકનીકી અને દૂરસંચાર નેટવર્ક પર નિર્ભરતાથી દેશની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા માટે ખતરાના તમામ પાસાઓને ઓળખવા જોઈએ.