Site icon Revoi.in

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને પરાગ્વેના ધ્વજ અને તિરંગા વચ્ચેના ભેદની પણ નથી ગતાગમ!

Social Share

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે રવિવારે સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું છે. આ મતદાન દરમિયાન દિલ્હી સહીત દેશના વિભિન્ન હિસ્સાઓમાં રાજકીય હસ્તીઓ પણ વોટિંગ માટે પહોંચી હતી. દિલ્હીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના મહાસિચવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વોટિંગ કર્યું છે.

પ્રિયંકા ગાંધી સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પણ વોટિંગ કર્યું હતું. મતદાન બાદ રોબર્ટ વાડ્રાએ સ્યાહીવાળી આંગળી સાથે સેલ્ફી ટ્વિટ કરી છે. પરંતુ તેમણે ભારતના તિરંગા ઝંડાને સ્થાને પરાગ્વેના ધ્વજનું ચિન્હ લગાવી દીધું હતું. તેના કારણે લોકોએ તેમને ટ્વિટર પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

રોબર્ટ વાડ્રાએ ટ્વિટ કર્યું હતું કે આપણો અધિકાર આપણી તાકાત. તમારે બધાંએ વોટ નાખવા માટે બહાર નીકળવું જોઈએ. આપણે આપણા પ્રિયજનો માટે સારા સારા ભવિષ્યને તૈયાર કરવા માટે આ તમામની મદદ કરવાની જરૂરત છે. જે આપણા દેશને ધર્મનિરપેક્ષ અને સુરક્ષિત બનાવે. પરંતુ આ ટ્વિટની સાથે પરાગ્વેના ઝંડાનું ચિન્હ લગાવવાના કારણે ટ્રોલર્સે વાડ્રાને નિશાને લીધા હતા. તે વખતે ઘણાં લોકોએ રોબર્ટ વાડ્રાની ટીકા કરી હતી. ટ્વિટર પર ઘેરાયા બાદ વાડ્રાએ પોતાના જૂના ટ્વિટને ડિલિટ કરીને નવેસરથી ટ્વિટ કર્યું હતું.

આ પહેલા રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધીની સાથે મતદાન કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાથી કોંગ્રેસને ફાયદો થાત નહીં. તેમણે કહ્યુ છે કે મને હિંસાનો પુરસ્કાર સ્વીકાર્ય નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે જનતા વોટથી જવાબ આપશે અને કોંગ્રેસ આ વખતે આશાથી વધારે બેઠકો જીતશે. તેમણે વોટ નાખીને ખુદને દિલ્હીની દિકરી ગણાવ્યા હતા.