Site icon hindi.revoi.in

રોબર્ટ વાડ્રાએ વિદેશ જવા માટે સીબીઆઈ કોર્ટમાં મંજૂરી માગતી કરી અરજી

Social Share

સીબીઆઈ કોર્ટમાં રોબર્ટ વાડ્રાએ વિદેશ યાત્રા માટે અરજી દાખલ કરી છે. અદાલત દ્વારા આગોતરા જામીન અરજી આપ્યા બાદ આ બીજી અરજી છે. જામીન આપવા પર તે અદાલતે યાત્રાથી પહેલા કોર્ટની મંજૂરી લેવાની શરત લગાવી હતી.

મહત્વપૂર્ણ છે કે રોબર્ટ વાડ્રા મની લોન્ડ્રિંગ કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે. વાડ્રાની ઉપર લંડનમાં મિલ્કતોના લાભકારી માલિક હોવાનો આરોપ છે. રોબર્ટ વાડ્રા બિઝનસ ટ્રિપ માટે સ્પેન જવા માંગે છે. માટે તેમને કોર્ટને વિદેશ જવાની મંજૂરી આપવાની માગણી કરતી અરજ દાખલ કરી છે.

રાજસ્થાનના બિકાનેર કોલાયતની જમીનના ખરીદ-વેચાણ સાથે જોડાયેલા મામલા પર ગત મહીને જોધપુર કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના સાસુ મૌરીન વાડ્રા સાથે જોડાયેલો છે. હકીકતમાં આ મામલામાં જોધપુર સ્કાઈલાઈટ હોસ્પિટેલિટી તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના ઉપર ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી.

જસ્ટિસ જી. આર. મૂલચંદાનીની કોર્ટમાં થયેલી આ મામલાની સુનાવણી દરમિયાન રોબર્ટ વાડ્રાના વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો છે. જો કે અધિક સોલિસિટર જનરલ આર. ડી. રસ્તોગીએ આનો આકરો વિરોધ કર્યો હતો. હવે કોર્ટમાં આ મામલે આગામી તારીખ 12મી સપ્ટેમ્બરની નક્કી કરવામાં આવી છે.

Exit mobile version