Site icon hindi.revoi.in

રોબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નહીં, સારવાર માટે જઈ શકશે અમેરિકા-નેધરલેન્ડ

Social Share

નવી દિલ્હી: મની લોન્ડ્રિંગના મામલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાડ્રાના મામલામાં આજે દિલ્હીની એક અદાલતમાં સુનાવણી થઈ છે. રોબર્ટ વાડ્રાએ અદાલત પાસે વિદેશ જવાની મંજૂરી માંગી હતી. અદાલતે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની મંજૂરી આપી છે. જો કે તે લંડન જવાની મંજૂરી માંગી રહ્યા હતા, પરંતુ તેમને લંડન જવાની મંજૂરી મળી નથી.

કોર્ટના આદેશ બાદ રોબર્ટ વાડ્રા છ સપ્તાહ માટે વિદેશ જઈ શકશે અને છ સપ્તાહમાં જો કોઈ લુકઆઉટ નોટિસ જાહેર થશે, તો તેને લાગુ થશે નહીં.

રોબર્ટ વાડ્રાએ પોતાની અપીલમાં કહ્યુ છે કે તે બીમાર છે અને તે કારણ છે કે તે સારવાર કરાવવા માટે લંડન જવા માંગે છે. અદાલતમાં ગત સુનાવણી બાદ જ્યારે ઈડીએ વાડ્રાને સમન મોકલ્યું તો તે રજૂ થયા ન હતા.

મહત્વપૂર્ણ છે કે મંગળવારે વાડ્રાને ઈડીની સામે રજૂ થવાનું છે. ગત સમનમાં તેઓ રજૂ થયા ન હતા. તેવામાં તેમના ઉપર સવાલોનો મારો થાય તેવી શક્યતા છે.

રોબર્ટ વાડ્રાનો પાસપોર્ટ હજી અદાલતની પાસે જમા છે. તેવામાં તેમણે મેડિકલ સર્ટિફિકેટ દાખલ કરીને અદાલતને પાસપોર્ટ રિલીઝ કરવાની અપીલ કરી છે. જો કે ઈડી તરફથી રોબર્ટ વાડ્રાની આ અપીલનો વિરોધ કરવામાં આવ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યુ હતુ કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, માટે તેમને લંડન જવું છે.

મહત્વપૂર્ણ છે કે રોબર્ટ વાડ્રા આ મામલામાં સશર્ત આગોતરા જામીન પર બહાર છે. તેમણે મંજૂરી વગર વિદેશ જવા અને તપાસ માટે રજૂ થવાની શરત સાથે આ જામીન આપ્યા હતા. હવે વાડ્રા તરફથી અદાલતને કહેવામાં આવ્યું છે કે ઈડી કહી રહી છે કે આ માત્ર રુટિન ચેકઅપ છે, માટે અમે મેડિકલ રિપોર્ટ દાખલ કરીને પુરા આપી રહ્યા છીએ કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે રોબર્ટ વાડ્રા વિરુદ્ધ નોંધવામાં આવેલો ઈડીનો મામલો લંડનના 12 બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 19 લાખ પાઉન્ડ કિંમતની મિલ્કતની ખરીદીમાં થયેલા મની લોન્ડ્રિંગના આરોપ સાથે જોડાયેલો છે. આ મિલ્કત પર રોબર્ટ વાડ્રાનો કથિતપણે માલિકી હક હોવાનો આરોપ છે.

Exit mobile version