Site icon Revoi.in

આરજેડીએ જેડીયુ સાથે વધારી ઘનિષ્ઠતા! રઘુવંશપ્રસાદ સિંહનું મોટું નિવેદન

Social Share

કેન્દ્રીય કેબિનેટમાં એક પ્રધાન પદની ઓફર બાદ જેડીયુ અને ભાજપના સંબંધોમાં ખટાશ ભળવી શરૂ થઈ ચુકી છે. મહાગઠબંધનના ઘટકદળ આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પ્રત્યે નરમ વલણ અખત્યાર કરતા કહ્યુ છે કે તેમની પાર્ટીને કોઈનાથી એલર્જી નથી અને તમામ (બિનભાજપી પક્ષો)એ મળીને ભાજપને પછાડવાનું છે.

એ સવાલ કરવામાં આવ્યો કે શું આમા નીતિશ પણ સામેલ કરવામાં આવશે. તેના જવાબમાં રઘુવંશે કહ્યુ હતુ કે કોઈપણ હોય. જ્યારે નીતિ બનશે, તો બધાં માટે બનશે. પસંદ કરીને કાપીને ક્યાંય નીતિ બને છે શું ? બિહારમાં એનડીએમાં હાલમાં ભાજપ, જેડીયુ અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી સામેલ છે. તાજેતરમાં પાસવાને એનડીએને એકજૂટ અને તેની અંદર બધું ઠીકઠાક હોવાનો દાવો કર્યો હતો.

મહાગઠબંધનના ઘટકદળ હિંદુસ્તાની આવામ મોરચા સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ જિતનરામ માંઝીની ઈફ્તાર દાવતમાં સામેલ થવા માટે સોમવારે પહોંચેલા આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાબડી દેવીએ નીતિશ કુમારના સંદર્ભે સકારાત્મક વલણ જાહેર કરતા કહ્યુ કે નીતિશને લઈને મહાગઠબંધન જ કોઈ નિર્ણય કરશે. પોતાની ઈફ્તાર દાવતમાં મુખ્યપ્રધાન નીતિશ કુમારના સામેલ થવા પર માંઝીએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આગળ ગમે ત્યારે  કંઈપણ થઈ શકે છે.

તેમણે કહ્યુ કે નીતિશ કુમાર જો અમારી સાથે આવે છે, તો ભાજપને ભગાડવામાં મદદ મળશે. માંઝીએ કહ્યુ કે રાજનીતિમાં ન તો કોઈ દોસ્ત હોય છે અને ન તો કોઈ દુશ્મન. અહીં હંમેશા તમામ વિકલ્પો ખુલ્લા હોય છે. મહત્વપૂર્ણ છે કે ગત બે જૂન જેડીયુની ઈફ્તાર દાવતમાં માંઝી પણ સામેલ થયા હતા.

કેન્દ્રીય કેબિનેટમાં જેડીયુને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં આપવાના બદલામાં ગત રવિવારે બિહાર કેબિનેટના વિસ્તરમાં જેડીયુના આઠ નેતાઓને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા અને ભાજપમાંથી કોઈને પણ સામેલ કરવામાં આવ્યા નહીં. જો કે મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. પરંતુ બંને પક્ષો વચ્ચેની ખેંચતાણ મામલે ચર્ચા ચાલુ છે.