Site icon hindi.revoi.in

આતંરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ વધતાની સાથે જ પેટ્રોલના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો નોંધાયો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવમાં સ્થિરતા જોવા મળી  રહ્યા હતા ,જો કે હવે પેટ્રોલના ભાવની સ્થિરતા ખોરવાઈ રહી છે,કારણે કે છેલ્લા 3 દિવસોથી સતત પેટ્રોલના ભાવ વધી રહ્યા છે,રવિવારના રોજથી પેટ્રોલના ભાવમાં જે વધારો નોંધાયો હતો ત્યારથી આજ સુધી આ ભાવ વધતા જ જોવા મળી રહ્યા છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 1 લીટર પર 16 પૈસા ,ચેન્નઈમાં 2 લીટર પર 12 પૈસા અને કોલકાતામાં 1 લીટર પર 13 પૈસાના ભાવનો વધારો જોવા મળ્યા છે.તો બીજી તરફ ડિઝલના ભાવમાં કોી પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી,લદભદ છેલ્લા 15 દિવસો ઉપરથી ડિઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટથી જાણવા મળતિ મનાહિતી પ્રમાણે જો વાત કરીએ તો,દેશની રાજધાની દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ અનુક્રમે વધીને રૂપિયા 80.90, રુપિયા 82.43, રુપિયા 87.58 અને રુપિયા 83.99 સુધી પહોચ્યા છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર  ચીને અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ તેલના ભાવમાં તેજી આવી હતી, ઉલ્લેખનીય છે કે, કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ 46 ડૉલર્સ સુધી ભાવ વધ્યા હચા, આ પહેલા બેન્ટ્રુ કાચા ક્રૂડના ભાવ બેરલે 44 ડૉલર્સ હતા.

સાહીન-

Exit mobile version