Site icon hindi.revoi.in

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના શેડ્યુલની ઘોષણા કરી

Social Share

મુંબઈ: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના શેડ્યુલની ઘોષણા કરી દીધી છે. આ પ્રવાસની શરૂઆત વનડે સીરીઝથી થશે અને પ્રથમ મેચ 27 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. તો બીજી તરફ, ત્રણ મેચની ટી 20 સીરીઝ 4 ડિસેમ્બરથી શરૂ થશે અને ચાર ટેસ્ટ મેચની સીરીઝનો પહેલી મેચ એડિલેડમાં 17 ડિસેમ્બરે અને ટેસ્ટ સીરીઝની શરૂઆત ડે નાઈટ ટેસ્ટ મેચથી થશે.

આ પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝની મેચ સિડનીમાં રમાશે, જ્યારે ચાર ટેસ્ટ મેચ અલગ-અલગ વેન્યુ પર યોજાશે. પ્રથમ ટેસ્ટ એડિલેડમાં જ્યારે બીજી,ત્રીજી અને ચોથી મેચ ક્રમશઃ મેલબર્ન, સિડની અને ગાબામાં રમાશે

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સંપૂર્ણ કાર્યક્રમ

વનડે સીરીઝ :

27 નવેમ્બર: પ્રથમ વનડે – સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ,સિડની
29 નવેમ્બર: બીજી વનડે – સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ,સિડની
2 ડિસેમ્બર: ત્રીજી વનડે – મનુકા ઓવલ,કૈનબરા

T20I સીરીઝ :

4 ડિસેમ્બર: મનુકા ઓવલ,કૈનબરા
6 ડિસેમ્બર: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ,સિડની
8 ડિસેમ્બર: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ,સિડની

ટેસ્ટ સીરીઝ :

ડિસેમ્બર 17-21 : એડિલેડ ઓવલ,એડિલેડ (દિવસ/રાત ટેસ્ટ )
ડિસેમ્બર 26-30 : મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ,મેલબર્ન
જાન્યુઆરી 7-11 : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની
જાન્યુઆરી 15–19 : ગાબા,બ્રિસ્બેન

બીસીસીઆઇએ સોમવારે જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે, ટી 20 અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી હતી. ઈજાગ્રસ્ત થવાને કારણે રોહિત શર્માને કોઈપણ ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેની જગ્યા એ કેએલ રાહુલને લિમિટેડ ઓવર ટીમના ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ રાહુલની પણ આ પ્રવાસની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ટીમમાં ઇશાંત શર્માનું નામ પણ નથી. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ બંને પર નજર રાખવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે.”બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિત અને ઇશાંત પર નજર રાખી રહી છે.”

કોલકતા નાઈટ રાઇડર્સ તરફથી આઈપીએલ -13 માં સારૂ પ્રદર્શન કરનાર વરૂણ ચક્રવર્તીને ટી 20 માં સામેલ કરવામાં આવ્યો છે. સંજુ સેમસનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. ઋષભ પંતનું નામ આ ટીમમાં નથી. વનડે ટીમમાં શુભમન ગિલને તક મળી છે. મયંક અગ્રવાલ પણ વનડે ટીમમાં આવ્યા છે. શાર્દુલ ઠાકુર પણ વનડે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

મયંક અગ્રવાલે રોહિતની જગ્યાએ વનડે અને ટી 20 માં સમાવેશ કર્યો છે. મયંક શિખર ધવન સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. શુભમન ગિલ ઓપનરનો ત્રીજો વિકલ્પ હશે.

મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમમાં નવો ચહેરો છે. ટેસ્ટમાં શુભમન ગિલને જાળવી રાખ્યો છે. પંતને અહીં રીદ્ધિમાન સાહા સાથે સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હવે બંને માંથી કોણ વિકેટકીપિંગની જવાબદારી નિભાવશે એ જોવાનું રહેશે. ટેસ્ટમાં અજિંક્ય રહાણે ઉપ-કેપ્ટન છે.

_Devanshi

Exit mobile version