Site icon hindi.revoi.in

કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું,’વાયરસને હરાવવા ગુજરાત દિલ્હી મોડલ અપનાવે’

Social Share

સમગ્ર દેશમા કોરોનાના કેસનો વ્યાપ વધી રહ્યો છે,હાલ સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી વધુ છે,જો કે આ મહામારી સામે સૌએ સાથે રહીને લડવાનું છે,દેશના પીએમ મોદીએ વિતેલા દિવસ મંગળવારના રોજ એક વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજી હતી,આ બેઠક એવા રાજ્યો સાથે યોજવામાં આવી હતી જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધું છે,ત્યારે આ સ્થિતિની સમિક્ષા માટે એ બેઠક યોજવામાં આવી હતી,

આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે, કોરોનાને હરાવવા માટે સૌથી અસરકારક હથિયાર એટલે પોતાની દેખરેખ રાખવી તથા એકબીજાથી અતંર જાળવવું છે, પીએમ મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોના અંગેની માહિતી મેળવી.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે,જો કોરોનાની શરુઆતના 72 કલાકની અંદર જ દર્દીની ભાળ મેળવી લેવામાં આવે તો ચોક્કચ આ સંક્રમણને અટકાવી શકાય છે અને તેની ગતિ ધીમી પાડી શકાય છે દેશની રાજધાની દિલ્હીએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો ,ત્યારે હવે ગુજરાત જેવા રાજ્યોએ આ માર્ગે ચાલવાની જરુર છે.

તમિલનાડુના સીમએ એ કોરોના બાબતે એક માંગણી રજુ કરી છે,જે મુજબ તેમણે કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટનો 50 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરે,આ સાથે જ વેન્ટિલેટર માટે ફંડની ફાળવણી કરી આપે. આ કોરોના મહામારી સામે સીએમ એ 9 હજાર કરોડ રૂપિયાના એક ખાસ પેકેજની સાથે કેન્દ્ર પાસે 15હજાર 321 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

આ બાબતે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ,કોરોના ટેસ્ટિંગ હવે દરરોજ 7 લાખ સુધી પહોંચ્યુ છે,દિવસે દિવસે તેમાં વધારો કરવામાં આવશે,તેનાથી સંક્રમણ પકડી પાડવામાં અને તેને રહેશે,આ બેઠકમાં 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી જેમાં કોરોનાને પહોંચી વળશવા માટેની અનેક ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી.વડાપ્રધાન મોદીએ આ માટે અનેક પ્રકારના સુચનો કર્યા હતા.

સાહીન-

Exit mobile version