Site icon hindi.revoi.in

વિકાસની ગતિને આંચકો, જૂનમાં રીટેલ મોંઘવારી દર આઠ માસના ઉચ્ચસ્તરે પહોંચ્યો

Social Share

નવી દિલ્હી: મોંઘવારીના મોરચે મોદી સરકારને આંચકો લાગ્યો છે. જૂનમાં દેશનો રીટેલ ફૂગાવાનો દર 8 માસના ઉચ્ચસ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન રીટેલ મોંઘવારી દર વધીને 3.18 ટકા થયો છે. આ પહેલા મે માસમાં તે માત્ર 3.05 ટકા હતો.

તાજેતરના આંકડા સેન્ટ્રલ સ્ટેટ્સ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ – સીપીઆઈ આધારીત મોંઘવારીનો દર વધવા છતાં પણ આરબીઆઈના અનુમાનની મર્યાદામાં છે. રિઝર્વ બેંકે ચાર ટકા મોંઘવારી દરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

જૂનમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો વધી છે. જૂન-2019માં ખાદ્ય સામગ્રીની કિંમતમાં 2.17 ટકા વધારો થયો, જે મે માસમાં 1.83 ટકા હતો. અનાજોની મોંઘવારી જૂનમાં 1.31 ટકા વધી છે. મે માસમાં આ 1.24 ટકા હતી. શાકભાજીની મોંઘવારીની વાત કરીએ, તો જૂનમાં તેમા નરમાશ જોવા મળી હતી. જૂનમાં શાકભાજીની કિંમતોમાં વધારો 4.66 ટકા રહ્યો હતો, જે મે માસમાં 5.6 ટકા હતો.

જ્યારે હાઉસિંગ મોંઘવારી જૂનમાં વધીને 4.8 ટકા થઈ છે, જે મે માસમાં .82 ટકા હતી. જો કે જૂનમાં કાપડ-પગરખાની મોંઘવારી મે માસમાં 1.80 ટકાના મુકાબલે ઘટીને 1.52 ટકા રહી છે.

ફાઈનાન્સ સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગે કહ્યુ હતુ કે નાણાંકીય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક સમયગાળામાં મોંઘવારીના દરમાં નરમાશ બનેલી રહેશે. ગત મહીને આરબીઆઈએ આ વર્ષ સતત ત્રીજી વખત 0.25 ટકા રેટ કટ કર્યો હતો. મોંઘવારી દર ઓછો રહેવાની આશા છે કે આગામી દિવસોમાં પણ રિઝર્વ બેંક રેટ કટ કરે તેવી શક્યતા છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ માર્ચના ત્રિમાસિક સમયગાળામાં ઘટીને 5.8 ટકા રહ્યો હતો. ગત પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે તે છે. તેના કારણે આરબીઆઈનો નાણાંકીય વર્ષ 2019-20નો ગ્રોથ રેટ ઘટીને 7.2 ટકાથી ઘટીને 7 ટકા કરવા માટે મજબૂર થવું પડયું છે.

ગ્રોથના મોરચા પર પણ સરકારને આંચકો લાગ્યો છે. મે માસમાં આઈઆઈપી ગ્રોથ 3.4 ટકાથી ઘટીને 3.1 ટકા રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 2.8 ટકાથી ઘટીને 2.5 ટકા, માઈનિંગ ગ્રોથ 5.1 ટકાથી ઘટીને 3.2 ટકા અને ઈલેક્ટ્રિસિટી ગ્રોથ છ ટકાથી વધીને 7.4 ટકા થયો હતો. તે દરમિયાન પ્રાઈમરી ગુડ્સ ગ્રોથ 5.2 ટકાથી ઘટીને 2.5 ટકા, કેપિટલ ગુડ્સ ગ્રોથ 2.5 ટકાથી ઘટીને 0.8 ટકા અને ઈન્ટરમીડિયેટ ગુડ્સ ગ્રોથ 1 ટકાથી ઘટીને 0.6 ટકા રહ્યો હતો.

Exit mobile version