Site icon hindi.revoi.in

ચીન સામે સતત સતર્ક થતું ભારત, લદ્દાખમાં લડાકું હેલિકોપ્ટર તૈનાત

Social Share

અમદાવાદ: ચીન દ્વારા ભારતની પીઠ પર કરવામાં આવેલા ઘા બાદ ભારત પોતાની સતર્કતા અને સુરક્ષા સતત વધારી રહ્યું છે. ભારતે હવે ચીનને કોઈ પણ સ્થિતિમાં જવાબ આપવા માટે લદ્દાખ બોર્ડર પર હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતે ચીનની બોર્ડર પાસે 2 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે અને આ હેલિકોપ્ટર ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.

ભારતે બનાવેલા આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે તે રાત અને દિવસ ટાર્ગેટ હીટ કરવામાં માટે જાણીતું છે, આ હેલિકોપ્ટર હથિયારો પણ લઈ જવામાં સક્ષમ છે, હેલિકોપ્ટરમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 70 એમએમના રોકેટ સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર આ હેલિકોપ્ટરની વેપન ઈન્ટિગ્રેશન પૂર્ણ થશે પછી તેની જરૂરીયાત વધી શકે છે.

લદ્દાખમાં ભારત દ્વારા તૈનાત કરવામાં આવેલા હેલિકોપ્ટરને લઈને HALના અધ્યક્ષ આર.માધવનએ કહ્યુ કે હથિયારોની જરૂરીયાતને પુરી કરવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે અને HAL આત્મનિર્ભર ભારતની મહત્વની ભૂમિકાને સાબિત કરે છે.

રક્ષામંત્રી રાજનાથ સિહએ થોડા દિવસ પહેલા જ 101 હથિયારની આયાત પર રોક લગાવવાનું એલાન કર્યું હતુ જેથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી શકાય. ભારત દ્વારા મશીનગન, મિસાઈલ, ટેંક અને સબમરીનની આયાત પર રોક લગાવવામાં આવી છે.

ભારતના આ પ્રકારના પગલાથી HALને આશા છે કે વર્ષના અંત સુધી તેમને 15 હેલિકોપ્ટર બનાવવાનો ઓર્ડર મળી જશે જેમાં 10 હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને 5 હેલિકોપ્ટરની જરૂર ભારતીય સેનાને છે.

_Vinayak

Exit mobile version