- ઉતરપ્રદેશમાં પુત્રોને સંસ્કારી બનાવવા ચલાવવામાં આવશે પાઠશાળા
- મહિલા સશક્તિકરણના પાઠ ભણાવવા આવશે
- પાઠ્યપુસ્તકમાં મહિલા સશક્તિકરણના વિષયો થશે સામેલ
કાશી: ઉત્તર પ્રદેશના પુત્રોને પણ મહિલા સશક્તિકરણ અંગે પાઠ ભણાવવામાં આવશે. તેમને સંસ્કારી બનાવવામાં આવશે. મહિલાઓના સન્માન અને સ્વાભિમાનની શીખ રાજ્યની શાળાઓમાં આપવામાં આવશે. ખૂબ જ ટૂંક સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર મહિલા સન્માન સાથે સંબંધિત વિષયો દ્વારા મૂળભૂત અને માધ્યમિક શિક્ષણ અભ્યાસક્રમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. શિક્ષણ વિભાગ આ માટે દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. આગામી દિવસોમાં મૂળભૂત અને માધ્યમિક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મહિલાઓથી જોડાયેલા મુદ્દાઓ વિશે વાંચી શકશે.
પહેલી વાર અડધી વસ્તીને સશક્ત બનાવવા માટે મિશન શક્તિ જેવા વિશાળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓનાં સન્માન,આત્મનિર્ભરતા અને સુરક્ષા માટે દરેક વર્ગના લોકોને જાગૃત કરવાની સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. યોગી સરકાર હવે આ સમગ્ર અભિયાનને સ્થાઈ રૂપ આપવા જઈ રહી છે. શિક્ષણના અભ્યાસક્રમમાં મહિલા સશક્તિકરણ અને સ્વ-સહાયથી સંબંધિત વસ્તુઓ ઉમેરવાની તૈયારી છે.
શારદીય નવરાત્રીથી વાસંતિક નવરાત્રી સુધી ચાલનારા આ અભિયાનના પ્રથમ તબક્કા સુધી ઉચ્ચ શિક્ષા વિભાગએ પ્રદેશની 6,349 કોલેજોના 5,57,383 વિદ્યાર્થીઓને વેબિનાર, જાગૃતિ કાર્યક્રમો અને સ્પર્ધા અંતર્ગત જાગૃત કર્યા હતા.
અભિયાનના બીજા તબક્કામાં માઇક્રોપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે,જેમાં પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને વિવિધ વિભાગોમાં ચાલતા કાર્યક્રમોની માહિતી અને ફોટા અપલોડ કરવામાં આવશે. આ પોર્ટલ પર એક ક્લિક પર મહિલાઓ અને દિકરીઓને લગતી માહિતી મળશે. આ સાથે લોકકલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો તેમજ કૌશલ્ય વિકાસ વિભાગમાં મહિલા લાભાર્થીઓની ભાગીદારી મહિલાઓને તાલીમ અને રોજગાર સાથે જોડવામાં આવશે.
મૂળભૂત શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં મહિલા સશક્તિકરણનો સમાવેશ કરવાના નિર્ણયને લીધે માતા-પિતામાં ખુશીની લહેર છે. સમાજસેવક વર્ષા વર્માએ કહ્યું કે, યોગી સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. આ નિર્ણયથી પુત્રોની વિચારસરણી બદલાશે અને ભારતની સંસ્કૃતિમાં જ્યાં શક્તિની પૂજા કરવામાં આવે છે, ત્યાં હવે દીકરીઓને પણ સન્માન મળશે.
યુપી સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં સંસ્કારના બીજ શિક્ષા દ્વારા વાવવામાં આવશે. આ અભ્યાસક્રમમાં ભારતની મહાન મહિલા હસ્તીઓનું જીવન પરિચય, સફળતાની વાર્તાઓ, લિંગ સમાનતા, સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર શિક્ષા આપવામાં આવશે.
_Devanshi