દેશભરમાં મંદીએ જોર પકડ્યું છે તો વિરોધ પક્ષ આ વાતને લઈને મોદી સરકારના મંત્રીઓને સંભળાવવામાં પાછળ નથી અને મંદીના માર પર મોદી સરકાર પર નિશાન સાધી રહી છે, આ સમગ્ર મંદીની બબાલ વચ્ચે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના હાલના બયાનને લઈને કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે સવાલ કર્યો છે કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે ઉત્તર ભારતના લોકોને કેટલી નોકરીઓ આપી છે’?
સંતોષ ગંગવારના નિવેદનનો વીડિયો પોસ્ટ કરતા પ્રિયંકાએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે,“મંત્રીજી,તમે ટલી મોટી વાત કરી જ છે તો હવે આંકડો પણ જણાવી દો,તમે કેટલી નોકરી છેલ્લા પાંચ વર્ષ ને 100 દિવસમાં આપી?,છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ઉત્તર ભારતીયોને નોકરી આપી?,સ્ટીલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કેટલી નોકરીઓ આપી છે? ”
પ્રિયંકા કહ્યું, યાદ રાખજો નોકરીઓ છીનવવાનો આંકડો જનતાના પાસે છે,ઉલ્લેખનીય છે કે વિતેલા શનિવારે ગંગવારે કહ્યું હતુ કે,દેશભરમાં રોજગારના અવસરોની કોઈ કમી નથી,પરંતુ ઉત્તર ભારતમાં આવનારા નોકરીયાતોની ફરિયાદ છે કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય લોકોનો અભાવ છે,સંતોષ ગંગવારના આ નિવેદન પર વિપક્ષના નેતાઓએ વાર કર્યો છે,અને ઉત્તર ભારતના લોકોનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે,