Site icon hindi.revoi.in

કોરોના સંકટમાં બેરોજગાર બનેલા 40 લાખ કામદારોને રાહત : સરકાર ત્રણ મહિના સુધી 50 ટકા પગાર ચૂકવશે

Social Share

દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે રોજગાર પર આર્થિક અસર પડેલી જોવા મળી રહી થે ,જેમાં કામદારોને મોટો ફટકો પડ્યો છે ત્યારે સરકાર હવે કામદારોની વ્હારે આવી છે, બે રોજગાર બનેલા કામદારોને વિતેલા ત્રણ મહિનાના પગાર રુપે 50 ટકા પગાર અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ તરીકે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે આ લાભ માત્ર એ કામદારો લઈ શકશે જેણે પોતાની નોકરી 24 માર્ચ થી 31 ડિસેમ્બર વચ્ચેના સમયગાળઆ દરમિયાન ગુમાવી છે,આ તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, એટલે કે આ લાભ 40 લાખ કામદારોને મળવા પાત્ર બનશે, સરકારે આ ખાસ યોજના પાછળ કુલ 67 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે

ઈએસઆઈસી બેઠમાં પ્રસ્તાવ

આ પ્રસ્તાવ ગુરુવારના રોજ કર્મચારી રાજ્ય વિમા નિગમની એક બેઠકમાં રજુ કરવામાં આવ્યો હતો, ઈએસઆઈસીના શ્રમ મંત્રાલય હેઠળનું એક સંગઠન જે 21 હજાર રુપિયા કે તેનાથી ઓછું વેતન ધરાવતા ઔદ્યોગિક કામદારોને ઈએસઆઈ યોજના હેઠળ વિમાની રકમની ચૂકવણી કરે છે.દેશમાં આશરે 3.49 કરોડ કામદારો ઈએસઆઈ સાથે સંકળાયેલા છે. આ વેતન વર્ષ 2018થી રજુ થયેલ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ અપાશે.

ઈએસઆઈના બોર્ડના સદસ્ય અમરજીત કૌર એ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ઇએસઆઈસી હેઠળ વીમા કરાયેલા પાત્ર વ્યક્તિને ત્રણ મહિના માટે તેમના પગારના 50 ટકા સુધીની રોકડ સહાય આપવામાં આવશે.”

કઈ રીતે મળશે આ યોજનાનો લાભ

ઈએસઆઈસી પોતાના ડેટા પ્રમાણે બેરોજગાર કામદારોને આ લાભ આપશે, પરંતુ તે માટે કર્મચારી કોઈ પણ ઈએસઆઈસી બ્રાંચમા જઈને અરજી કરી શકે છે, પરંતુ આ માટે, કર્મચારીઓ કોઈપણ ઇએસઆઈસી શાખામાં જઈને સીધા અરજી કરી શકે છે અને યોગ્ય ચકાસણી કર્યા પછી, આ રકમ સીધી તેમના બેંક ખાતામાં પહોંચશે. આ કાર્ય માટે આધાર નંબરની મદદ પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા પ્રમાણે એપ્રિલથી અત્યાર સુધીમાં કોરોનાના સંકટના કારણે 1.9 કરોડ લોકોને પોતાની નોકરી ખોઈ બેસવાનો વારો આવ્યો છે. લોકડાઉનના જુલાઇ મહિનામાં અંદાજે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. જો કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અનુસાર, જૂન મહિનામાં 4.98 લાખ લોકો ઔપચારિક રીતે કાર્યમાં જોડાયા હતા.

સીએમઆઇઇના સીઇઓ મહેશ વ્યાસે જણઆવ્યું હતું કે, ઇએસઆઇસી સભ્ય નોકરી છૂટ્યા બાદ સૌથી જલદી દેવાંની જાળમાં ફસાય જાય છે. 3 મહિનાનો અડધો પગાર મળવાથી તેમની ઘણી જરૂરિયાતો અંત આવશે. આ રાહત માત્ર સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને જ મળવા પાત્ર છે તે ઉપારતં અસંગઠિત ક્ષેત્ર હજુ પણ આ યોજનામાંથી બહાર છે.

સાહીન-

Exit mobile version