Site icon hindi.revoi.in

ભારતમાં ટિકટોકની ફરી થઈ શકે છે એન્ટ્રી – રિલાયન્સ ખરીદી શકે છે આ બિઝનેસ

Social Share

ભારત સરકાર દ્વારા અનેક ચાઈનિઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેમાં ટિકટોક એપ પણ હતી કે જે ભારતના લોકોની ખુબ જ પ્રિય એપ હતી, ટિકટોકના યુઝર્સ સૌથી વધુ આપણા દેશમાં હતા, ત્યારે સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટિકટોકના ભારતીય કારોબારને ખરીદવામાં રસ દાખવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટિકટોકની પૈરેંટ કંપની બાઈટડાંસ અને મુકેશ અંબાણીના માલિકી વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે આ બાબતે વાતચીત ચાલી રહી છે,જો કે, આ બન્ને કંપનીઓ હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ પર પહોંચી નથી, રિલાયન્સ અને ટિકટોક તરફથી અત્યાર સુધી આ સમગ્ર મામલે કોઈ પ્રકારની પ્રતિકિયા આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે,વિતેલા મહિના જુલાઈમાં ભારત સરકાર દ્વારા ટિકટોક સહિતની કુલ 59 ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, સરકારે ટિકટોકમાં ટેડા ચોરી થવાની વાતને લઈને દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એપ્સ બેન કરી છે.

ટિકટોક બેન થયાના સમયે સૌથી વધુ તેના યૂઝર્સ ભારતમાં 30 ટકા હતા, જેમાં ભારત તરફથી જ 10 ટકાની કમાણી થતી હતી,અપ્રિલ વર્ષ 2020 સુધી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં ટિકટોકને 2 અરબ લોકોએ ડાઉનલોડ કરી હતી ,જેનાથી અંદાજે 30.3 ટકા અથવા 61.1 કરોડ ડાઉનલોટ કરનારા ભારતીયો હતા.

મોબાઈલ ઈન્ટેલિજેન્ટ્સ ફર્મ સેન્સર ટાવર મુજબ ટિકટોક ચીનથી પણ વધુ ભારતમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું, ચીનમાં ટિકટોકનું ડાઉનલોડ માત્ર 19.66 કરોડ હતું જે તેમના સંપૂર્ણ ડાઉનલોડનું માત્ર 9.7 ટકા ભાગ હતો.

વિતેલા અઠવાડીયે અમેરિકાએ પણ ચીનની ટિકટોક એપ પર બેન લગાવવાની મંજુરી આપી હતી,જો કે અમેરિકાએ વાઈટડાંસને ટિકટોકનો અમેરિકી બિઝનેસ કોઈ એક અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો ,ત્યાર બાદ માઇક્રોસોફઅટ અને ટ્વિટર વચ્ચે ટિકટોકના અમેરિકન વ્યવસાયને ખરીદવા માટેની રેસ લાગી છે.ત્યારે ભારતમાં જો ટિકટોકનો આ બિઝનેસ રિલાયન્સ ખરદશે તો ટિકટોકની ફરીએક વાર એન્ટ્રી થશે.

_SAHIN

Exit mobile version