- રિલાયન્સ 200 અબજ ડૉલરનું મૂલ્ય પ્રથમ કંપની બની
- રિટેલ બિઝનેસમાં એમેઝોન કરશે 20 અબજ ડૉલરનું રોકાણ
- શેરનો ભાવ રૂ.2344ની નવી ઊંચાઈએ
દેશમાં રિલાયન્સ કંપની ખુબ જ મહત્વનું સ્થાન બનાવી ચૂકી છે, મુકેશ અંબાણીની આ કંપની હવે 200 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી દેશની પ્રથમ કંપની બની ચૂકી છે, તેના શેરમાં થયેલા ઉછાળાના કારણે કંપની આ સ્થાન પર પહોંચી છે, વિશ્વની દરેક માટચી માટી કંપનીઓ રિલાયન્સ સાથે વેપાર કરલા તત્પર બની છે, જેમાં એમેઝોન પણ રિટેલ વેપારમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે છે, જે અત્યાર સુધીના સૌથી મોટો સોદો હશે,બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે બુધવારે સાંજે રિલાયન્સનું મૂલ્ય 201 અબજ ડૉલરને પાર કરી ગયું છે
મળતી માહિતી પ્રમાણે એમઝોનએ રિલાયન્સમાં રોકાણ કરવા માટે રસ ધરાવ્યો છે,એમેઝોન સાથે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચાઓ હાલ શરુ છે, આપણે જાણઈએ છીએ તે પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેની સબસીડિયરી રિલાયન્સ રીટેલમાં 40 ટકા જેટલું હોલ્ડિંગ એમેઝોનને વેચવાની આપવાની વાત થઈ રહી છ. એમેઝોનના જેફ બિઝોસ અને એશીયાના સૌથી ધનવાન મુકેશ અંબાણી હરીફોમાંથી વિશ્વના સૌથી ઝડપી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓમાં સમાવેશ પામ્યા છે.
રિલાયન્સના શેરમાં તેજીના કારણે કંપનીએ સમગ્ર દેશમાં 200 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી કંપનીઓમાં પ્રથમ સ્થામ મેળવી લીધુ છે.આ કંપનીમાં થતા વેલ્યુ અનલોકિંગના કારણે આજે કંપનીના શેરમાં, ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સખ્ત તેજીએ શેર રૂ.153.40 ઉછળીને નવી કિમંત રૂ.2314.65ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે.
સાહીન-