Site icon Revoi.in

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ 2020માં બીજું સ્થાન મળ્યું

Social Share

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દિવસે ને દિવસે નવી નવી પ્રગતિ કરતી જાય છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ 2020માં બીજું સ્થાન મળ્યું છે. હાલ કોરોનાની મહામારીનો ખરાબ સમય છે એવામાં કંપનીનું માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુક્ત થઈ ગઈ છે. તો રિલાયન્સના શેરનો ભાવ પણ 2200 રૂપિયાના સ્તર પર છે.

આ લિસ્ટમાં રિલાયન્સથી આગળ ફક્ત આઈફોન બનાવનાર અમેરિકન કંપની એપલ છે. હવે રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની બીજી સૌથી મોટી બ્રાન્ડ બની ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્લેટફોર્મ પર રોકાણની રફ્તાર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં તે દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જશે.અને પ્રથમ સ્થાન પણ મેળવશે.

ફ્યુચરબ્રાન્ડની રિપોર્ટ મુજબ, રિલાયન્સની સફળતાનો શ્રેય મુકેશ અંબાણીને આપવામાં આવો જોઈએ. મુકેશ અંબાણીએ કંપનીને નવી ઓળખાણ આપી છે., આજે કંપની ઊર્જા, પેટ્રોરસાયણ, કપડાં, પ્રાકૃતિક સંસાધન, દૂરસંચાર જેવાં ક્ષેત્રોમાં કામ કરે છે. ગૂગલ અને ફેસબૂકે પણ તેમાં ભાગીદારી ખરીદી છે.

_DEVANSHI