Site icon hindi.revoi.in

મોટા સમાચાર! ઝાયડસને કોરોના વેક્સીનની ત્રીજી ટ્રાયલ માટે મળી મંજૂરી

Social Share

અમદાવાદ: પીએમ મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બાદ જાહેરાત કરી હતી કે કોરોના વેક્સીનને લઇને આગામી કેટલાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે છે. બીજી તરફ ઝાયડસ કેડિલા કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે કે શુક્રવારે ડ્રગ્સ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયાએ ઝાયડસ કેડિલાના ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે, ભારતમાં Pegylated Interferon alpha 2b સાથે મંજૂરી મળી ગઇ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોરોના વેક્સીનની ત્રીજા ચરણની ટ્રાયલની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થશે. આ ટ્રાયલમાં ભારતના 20-25 કેન્દ્રોમાંથી 250 દર્દીઓને સામેલ કરવામાં આવશે. કેડિલ હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે કહ્યું કે, અમે પૈજિલેટેડ ઇન્ટરફૈરૌન અલ્ફા 2 બીના ફેઝ-2 સ્ટડીથી મળેલા પરિણામથી પ્રોત્સાહિત થયા છે. તેમાં બીમારીની શરૂઆતમાં જ આપવામાં આવ્યા બાદ વાયરસના ટાઇટરસને ઓછો કરવાની ક્ષમતા દેખાઇ છે.

બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 40 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના બાદ હવે ત્રીજા ફેઝનું ટ્રાયલ પણ શરૂ થશે.

(સંકેત)

Exit mobile version