1. Home
  2. revoinews
  3. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ શહેરમાં થશે વધુ વરસાદ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ શહેરમાં થશે વધુ વરસાદ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ શહેરમાં થશે વધુ વરસાદ

0
  • 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
  • બે દિવસ સામાન્ય વરસાદવી શક્યતા

ગત સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે હવે રાજ્યામાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે અને આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં આગામી 12 અને 13 જુલાઇ દરમિયાન ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.

મહત્વનું છે કે, રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ ફંટાઇ ગઇ છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે બીજી તરફ આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ના ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.