1. Home
  2. revoinews
  3. COVID-19: સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું થશે નિર્માણ: CM રૂપાણી
COVID-19: સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું થશે નિર્માણ: CM રૂપાણી

COVID-19: સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું થશે નિર્માણ: CM રૂપાણી

0
  • અમદાવાદ બાદ હવે સુરત બન્યું કોરોનાનું હોટસ્પોટ
  • સીએમ રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલે લીધુ સુરતની મુલાકાત
  • સુરતમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ થશે

અમદાવાદ બાદ હવે સુરતને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં પહોંચ્યું છે. દરરોજ વધુને વધુ કેસ આવી રહ્યા છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી. સુરતની આ ચિંતાજનક સ્થિતિને કારણ પહેલા તો જયંતિ રવિ દોડ્યા પરંતુ મામલો હાથ બહાર નીકળતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધિકારીઓ સાથે સુરત પહોંચી ગયા છે.

સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત

  • રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ
  •  કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે
  •  સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે
  •  સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે
  •  કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ
  •  બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે
  •  રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા
  •  સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે
  •  ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય

મુખ્યમંત્રીએ જણાવ્યું સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા અમે એક એક મિનિટ કરી રહ્યા છે. સુરતમાં કોરોનાને કેમ નિયંત્રીત કરવો તેના માટે સરકાર પુરા પ્રયત્નો કરી રહી છે. અમે અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને સરકારી અને ખાનગી તબીબો સાથે મીટિંગ કરી છે. આ મીટિંગ બાદ અમે મીડિયા સામે આવ્યા છીએ. સરકાર છેલ્લા એક અઠવાડિયાથી વીડિયો કૉન્ફરન્સથી મીટિંગ કરતા આવ્યા છે. આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતની કિડની હોસ્પિટલ અને સ્ટેમસીલ હોસ્પિટલને 100 કરોડના ખર્ચ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. ભવિષ્યમાં કેસ વધશે તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે.

લોકડાઉન અંગે વાત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હવે સંપૂર્ણ લોકડાઉન ક્યારેય લાગૂ નહીં થાય જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન કરી અને બંધ કરવામાં આવશે. સુરતીઓ 104 પર ફોન કરી અને કોરોના માટે મદદ મેળવી શકશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.