Site icon hindi.revoi.in

PM મોદી કેવડિયા ખાતે 17 પ્રકલ્પોનું કરશે લોકાર્પણ, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

Social Share

અમદાવાદ: પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આજે તેઓ કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ, વિવિધતામાં એકતાનું પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌ પ્રથમ ટેક્નોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડન જેવા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.

તે ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નિર્મિત જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં બેસતા પહેલાં PM મોદી અન્ય 9 પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટિંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેક્ટ સમાવિષ્ટ છે.

વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘સ્ટેટ ઓફ આર્ટ’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે.

મહત્વનું છે કે જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અનેન નાના પ્રાણીઓને સ્પર્શીને રોમાંચ અનુભવી શકે તેવો પેટીંગ ઝોનનો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓષ ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે આજે પીએમ મોદી દ્વારા કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયા બાદ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ચોક્કસપણે વેગ મળશે અને દર વર્ષ ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉત્તરોઉત્તર વધારો થશે તેવી રાજ્ય સરકારને આશા છે.

(સંકેત)

Exit mobile version