Site icon hindi.revoi.in

વિશ્વ ફલક પર ગુજરાતનો ડંકો! સુરતની ખુશી બની દેશની UNEPની ગ્રીન એમ્બેસેડર

Social Share

ગુજરાતે ફરી વિશ્વ ફલક પર ડંકો વગાડ્યો છે. પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઇને સુરતની ખુશી ચિંડલિયાને નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર 17 વર્ષની ખુશીએ પર્યાવરણની જાળવણી અને સંરક્ષણમાં મહત્વની ભાગીદારી નોંધાવી છે જેના ફળસ્વરૂપ તેને ભારત દેશની ગ્રીન એમ્બેસેડર બનાવાઇ છે.

સુરતની માત્ર 17 વર્ષીય ખુશીએ પર્યાવરણના જતન અને સંરક્ષણ કરવા માટેના પોતાના વિચારોને પ્રગટ કરવા માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં ઓનલાઇન અરજી કરી હતી. આ વિચારોથી પ્રભાવિત થઇને ખુશીને ભારતની પ્રાદેશિક પ્રમુખ બનાવવામાં આવી છે.

ખુશીએ કહ્યું કે, પ્રકૃતિની અધોગતિ અને તેના પરિણામોની સમજ પ્રત્યેની મારી સંવેદનશીલતાએ મને પ્રેરણા આપી છે. પહેલા જ્યારે હું ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેવા આવી એ સમયે મારા ઘરની નજીક ચીકુનું ઝાડ હતું કે જે ઘણા પક્ષીઓનું ઘર હતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ પર્યાવરણની જગ્યાએ સ્થાન કોન્ક્રીટે લઈ લીધું છે. ભારતમાં યુવાવર્ગ વધુ છે . ત્યારે જો પર્યાવરણીય સમસ્યાઓનું એનાલિસિસ કરીને એને યોગ્ય રીતે કાર્ય કરવામાં આવે તો ભારત દેશ પણ પર્યાવરણમાં પણ અગ્રીમતા હાંસલ કરી શકે છે.

લોકડાઉન અને મહામારીની વચ્ચે કાપડના વેપારી બસંત ચિંડલિયા અને એસ્ટ્રો વાસ્તુ કાઉન્સેલર બિનીતાની દીકરી ખુશીએ તેનો સમગ્ર સમય પર્યાવરણ પર કામ કરવામાં પસાર કર્યો હતો. હાલ બહાર અવર જવર શક્ય ના હોવાથી ખુશી તેના જાગરુકતા પ્લાન પર ઓનલાઇન કામ કરશે. આ મહિને તે રિપોર્ટ શેર કરીને સરકાર પર્યાવરણ માટે શું કરે છે અને શિક્ષણ કેવી રીતે તેમાં મદદ કરે છે તે અંગે વાત કરશે.

ખુશીએ તેના જીવનનો મોટો હિસ્સો પર્યાવરણની ઉપર કામ કરવામાં ખર્ચી કાઢ્યો છે અને પર્યાવરણના સંવર્ધન પ્રત્યેનું સમર્પણ દર્શાવ્યું છે. ફેબ્રુઆરી 2021 સુધી ટીઇજીને સાથે ખુશી વિવિધ જાગૃતિના પ્રોગ્રામ પર કામ કરશે. મહત્વની વાત એ છે કે ખુશી ભારતના એ 100 યુવાઓમાંથી એક છે જેમાં નિબંધ યુનેસ્કો તેમના પુસ્તકમાં પ્રદર્શિત કરશે.

(સંકેત)

Exit mobile version