Site icon hindi.revoi.in

ગુજરાતીઓ આનંદો! 1 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ફરી ખુલશે

Social Share

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. તેને ફેબ્રુઆરી મહિનામાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જો કે કોરોના સંક્રમણને કારણે તેને 6 માસ માટે ફરી બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે ગુજરાતના પર્યટકો માટે ખુશખબર છે. 1 ઑક્ટોબરથી નવા નીતિ નિયમો સાથે તેને પુન: શરૂ કરવામાં આવશે.

ઓનલાઇન બૂકિંગ કરાવનારને મળશે પ્રવેશ

1 ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે સફારી પાર્ક ખુલશે જો કે પ્રવેશ માત્ર ઓનલાઇન બુકિંગથી જ મળી શકશે. એક કલાકમાં 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેક્ટ જંગલ સફારી છે. ચાલુ વર્ષમાં જ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી, ન્યુ દિલ્હીની મંજૂરી બાદ વિશ્વકક્ષાનો પાર્ક પર્યટકો માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયો હતો.

375 એકરમાં ફેલાયેલ જંગલ સફારી  પાર્કમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ થયો છે. આ સફારી પાર્કમાં વાઘ સિંહ ,ગેંડો, જીરાફ, ઝેબ્રા વિગેરે  દેશી વિદેશી જાનવરોને  જોવાનો લાભ લઇ શકશે.

એક ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનાર પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેક નું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. સમય સવારના 10થી સાંજના 5 સુધીનો રહેશે. હાલમા ઓનલાઇન ટિકિટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ પ્રવેશ મળશે ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.

નોંધનીય છે કે કોરોનાની મહામારીને કારણે ગુજરાત સહિતના દેશા અનેક પર્યટન સ્થળો હજુ પણ બંધ છે અને તેને કારણે હોટલ ઉદ્યોગની પણ કફોડી હાલત છે અને સ્થાનિક રોજગારી મુશ્કેલીમાં મૂકાઇ છે. લોકો પણ હવે સિમેન્ટના જગંલો અને શહેરમાં રહીને કંટાળ્યા છે અને હવે પ્રાકૃતિક સ્થળોની મુલાકાત કરવાનું પસંદ કરી રહ્યા છે. આ સમયમાં ગુજરાતમાં હાલ કુદરતી વાતાવરણથી ભરપૂર નર્મદા જીલ્લો સૌથી વધુ પ્રવાસીઓની પસંદગી બની છે.

(સંકેત)

Exit mobile version