1. Home
  2. revoinews
  3. ડૉ. બાબા સાહેબ આંબેડકરના નિવાસ સ્થાન પર હુમલો: સામાજીક સમરસતા મંચે દોષિતો વિરુદ્વ કડક કાર્યવાહી કરવા કરી અપીલ
ડૉ. બાબા સાહેબ આંબેડકરના નિવાસ સ્થાન પર હુમલો: સામાજીક સમરસતા મંચે દોષિતો વિરુદ્વ કડક કાર્યવાહી કરવા કરી અપીલ

ડૉ. બાબા સાહેબ આંબેડકરના નિવાસ સ્થાન પર હુમલો: સામાજીક સમરસતા મંચે દોષિતો વિરુદ્વ કડક કાર્યવાહી કરવા કરી અપીલ

0
  • મુંબઇ સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરના નિવાસ સ્થાન ‘રાજગૃહ’ પર હુમલાની બાબત
  • ગુજરાત પ્રાંતના સામાજીક સમરસતા મંચે અમદાવાદ કલેકટરને આવેદન પત્ર સોંપ્યું
  • આવેદન પત્ર સોંપીને હુમલાના દોષિતો વિરુદ્વ કડક કાર્યવાહી કરવા કરી માંગ

ભારત દેશના બંધારણના રચયિતા અને ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુંબઈ સ્થિત આવાસ ‘રાજગૃહ’માં કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડ કરી છે. આવાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મુંબઇ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને તપાસ આદરી છે ત્યારે ગુજરાત પ્રાંતના સામાજીક સમરસતા મંચે આ હુમલાની ઘટનાને આક્રોશ સાથે વખોડી છે.

સામાજીક સમરસતા મંચ- ગુજરાત પ્રાંત એ આ ઘટનાને આક્રોશ સાથે વખોડી અમદાવાદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર સોંપીને આ હુમલાના દોષિતોને પકડવા માટે અપીલ કરી છે. તે ઉપરાંત સામાજીક સમરસતા મંચે ઘટનાના મૂળમાં રહેલ રાષ્ટ્ર વિરોધી તત્વો સામે દેશના કાયદા-કાનૂન મુજબ કડક ત્વરિત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

આ હુમલાને વખોડી સમગ્ર ઘટનાને નિંદનીય, દુખદ અને વેદનાપૂર્ણ ગણાવતા સામાજીક સમરસતા મંચે જણાવ્યું હતું કે, “ડૉ. બાબા સાહેબ આંબેડકરના આ નિવાસ સ્થાનને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય સ્મારક ‘રાજગૃહ’ના પુસ્તકાલયમાં 50,000 થી વધારે પુસ્તકો ઉપરાંત પરમ શ્રદ્વેયશ્રી ડૉ.બાબા સાહેબના અસ્થી અને તેમના જીવનને લગતા અનેક મહત્વના સંસ્મરણોનો સંગ્રહ છે. રાજગૃહ સમગ્ર રાષ્ટ્રનું શ્રદ્વા કેન્દ્ર તો છે જે પરંતુ સમાજ માટે આસ્થા અને પ્રેરણા સ્ત્રોત પણ છે.”

સામાજીક સમરસતા મંચે વધુમાં ઉમેર્યું હતું કે ‘સમગ્ર દેશના આ શ્રદ્વાકેન્દ્ર પરનો હુમલો નિંદનીય છે. આખો દેશ જ્યારે એકજુટ થઇ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે અને સરહદ પર યુદ્વના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દેશના તમામ નાગરિકોની એકજુટતા તોડવા માટેનું આ કૃત્ય છે.”

નોંધનીય છે કે કેટલાક સામાજીક તત્વોએ મંગળવારે સાંજે 6 વાગ્યે પરિસરમાં તોડફોડ કરી હતી. મુંબઇ પોલીસ હાલ તો આ સમગ્ર ઘટના વિરુદ્વ તપાસ કરી રહી છે અને નિવાસ સ્થાન પર હુમલો કરનારા અજાણ્યા શખ્સો વિરુદ્વ ફરિયાદ પણ દાખલ કરાઇ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.