- રાજ્યમાં કોરોના સંક્રમણના 8 મહિના બાદ રિકવરી રેટ વધ્યો
- કોરોના સંક્રમિત દર્દીઓની રિકવરી રેટ વધીને 90 ટકાને પાર થયો
- અમદાવાદ શહેરમાં નવા 159 કેસ નોંધાયા
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર (રિકવરી રેટ) ઉત્તરોઉત્તર વધીને આજે 90 ટકાને પાર થયો છે. જો કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ 987 કેસનો ઉમેરો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1,71,040 સુધી પહોંચી છે. એમાંથી છેલ્લા 24 કલાકમાં વધુ 1083 દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા 1,54,078 થઇ છે એટલે કે 90.08 ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અર્થાત્, મૃત્યુ આંક 3708 સુધી પહોંચ્યો છે જે 2.1 ટકા જેટલો થવા જાય છે.
શહેર પ્રમાણે કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી 223 કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી 162 કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાં નવા 159 કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના 12 કેસ છે. શહેરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. વડોદરામાં કેસ વધીને 79 પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા 38 કેસ ઉમેરાયા છે.
રાજકોટમાં નવા 57 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 39 કેસ નવા જોવા મળ્યા છે. જામનગર શહેરમાં 18 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 10 મળી કુલ 28 કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાં 34 કેસ છે અને એમાં શહેરના 17 કેસની સાથોસાથ એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.
ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે.
નોંધનીય છે ગુજરાતના લોકો કોરોના સંક્રમણને અટકાવવા માટેના કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છે. લોકોમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સ્વચ્છ રાખવા જેવી બાબતોમાં સતર્કતા જોવા મળી રહી છે અને તેને કારણે પણ રિકવરી રેટ વધ્યો છે.
(સંકેત)