1. Home
  2. revoinews
  3. અમદાવાદમાં જનતા કર્ફ્યૂ સાથે યોજાશે રથયાત્રા, માત્રા આટલા લોકો થશે સામેલ
અમદાવાદમાં જનતા કર્ફ્યૂ સાથે યોજાશે રથયાત્રા, માત્રા આટલા લોકો થશે સામેલ

અમદાવાદમાં જનતા કર્ફ્યૂ સાથે યોજાશે રથયાત્રા, માત્રા આટલા લોકો થશે સામેલ

0
  • કોરોના વાયરસની મહામારી વચ્ચે રથયાત્રાના આયોજનને લઇને અટકળોનો અંત
  • સૂત્રોનુસાર આ વખતે જનતા કર્ફ્યૂ સાથે રથયાત્રાનું થઇ શકે છે આયોજન
  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રાના આયોજનને લઇને લેવાશે નિર્ણય

કોરોના વાયરસની મહામારી વચ્ચે રથયાત્રાના આયોજનને લઇને અનેક શંકાના વાદળો છવાયા હતા જો કે હવે આ શંકાના વાદળો દૂર થયા છે. સૂત્રોનુસાર આ વખતે રથયાત્રા જનતા કર્ફ્યૂ સાથે નીકળશે. રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર જનતા કર્ફ્યૂ રાખવામાં આવશે. તે ઉપરાંત યાત્રામાં માત્ર 200 લોકો જ ભાગ લેશે. આ 200 લોકોમાં કોણ સમાવિષ્ટ હશે તેનો નિર્ણય જગન્નાથ મંદિર લેશે. રથયાત્રા તેમની પરંપરા પ્રમાણે નગરચર્યા કરશે.

રથયાત્રાના આયોજન વિશે વાત કરીએ તો રથયાત્રા દરમિયાન સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન લોકો અગાશે કે ઘરમાંથી જ દર્શન કરી શકશે. તેઓ રસ્તા પર એકઠા થઇને દર્શન નહીં કરી શકે. રથયાત્રાના આયોજનને લઇને બુધવારે મહત્વનો નિર્ણય લેવાશે. બુધવારે યોજાનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા અને તેના આયોજનને લઇને ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે અગાઉ, કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આઇબીએ પણ યાત્રાના આયોજનને કારણે કેસો વધવાની ચેતવણી ઉચ્ચારી હતી. તેથી મંદિરે પણ આ વખતે યાત્રા સાદાઇપૂર્વક યોજવાની તૈયારી કરી લીધી છે. બુધવારે રથયાત્રાના સંપૂર્ણ આયોજનને લઇને રહેલી અટકળોનો અંત આવે તેવી શક્યતા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.