Site icon hindi.revoi.in

કોરોનાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ

Social Share

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. આ વચ્ચે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 લી ડિસેમ્બરથી બીએ, બીકોમ, બીએસસી, સેમેસ્ટર 5 સહિતની પરીક્ષાઓ શરૂ થવાની હતી. તે પરીક્ષાઓ હવે મોકૂફ રાખવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા અંતર્ગત ક્યા ક્યાં નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રો અનુસાર જો કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તો 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે પરીક્ષા લેવાઇ શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોનું માનીએ તો કોરોના સંક્રમણ વધુ નહિ ફેલાય તો પરીક્ષા 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે લેવાય શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાઇ ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતના શ્વાસ લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

(સંકેત)

Exit mobile version