1. Home
  2. revoinews
  3. આગામી 4 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 4 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી 4 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી

0
  • રાજ્યમાં વિધિવત ચોમાસાના પ્રારંભ બાદ સાર્વત્રિક વરસાદ તરફ લોકોની મીટ
  • આગામી 4 થી 7 જુલાઇ દરમિયાન ગુજરાતભરમાં વરસાદની આગાહી
  • આ વરસાદ ખેતીના પાક માટે ફાયદાકારક રહેશે

રાજ્યમાં વિધિવત ચોમાસાના પ્રારંભ બાદ લોકો સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.જયંત સરકારે જણાવ્યું છે કે એક સાઇક્લોનીક સકર્યુલેશન સક્રિય થઇ રહ્યું છે. જેના કારણે 4 જુલાઇથી 7 જુલાઇ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. તે ઉપરાંત સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ વરસાદ ખેતીના પાક માટે ફાયદાકારક રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 4 થી 7 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના જીલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ થશે જ. પરંતુ અમદાવાદ શહેરમાં પણ 5 જુલાઇના વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 15.92 ટકા વરસાદ થયો છે. ક્ચ્છમાં અત્યાર સુધીનો 27.29 ટકા વરસાદ નોંધાયો છે.તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 9.33 ટકા વરસાદ થયો છે.સૌરાષ્ટ્રમાં 25.44 ટકા વરસાદ થયો છે.મધ્ય પૂર્વ ગુજરાતમાં 14.72 ટકા અને ઉત્તર ગુજરાત માં સરેરાશ 11.94 ટકા વરસાદ નોંધાયો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.