1. Home
  2. revoinews
  3. રથયાત્રાના આયોજન અંગે હાઇકોર્ટના આદેશની રાહ જોતી પોલીસ
રથયાત્રાના આયોજન અંગે હાઇકોર્ટના આદેશની રાહ જોતી પોલીસ

રથયાત્રાના આયોજન અંગે હાઇકોર્ટના આદેશની રાહ જોતી પોલીસ

0
  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી
  • જો કે હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાથી પોલીસે કોઇપણ તૈયારી કરી નથી
  • મંદિરના ટ્રસ્ટીઓ પણ સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જો કે પોલીસ દ્વારા આ વખતે કોઇપણ જાતની તૈયારી કરવામાં આવી નથી. રથયાત્રાના આયોજન અંગેની મેટર હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી પોલીસ કોર્ટના ચૂકાદાની રાજ જોઇ રહી છે. તેથી હજુ સુધી કોઇ તૈયારી કરવામાં આવી નથી.

બીજી તરફ મંદિર તરફથી રથને રંગરોગાન કરવામાં આવ્યા છે અને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા છે. સરસપુરમાં મામાને ઘરે પણ તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વચ્ચે કોઇ બેઠક યોજાઇ નથી. પોલીસે બંદોબસ્તની પણ કોઇ તૈયારી કરી નથી. સામાન્યપણે દર વર્ષે જગન્નાથજી મંદિરથી સમગ્ર રૂટ ઉપર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરીકેટ બનાવવામાં આવતી હોય છે.

સરકાર દ્વારા પણ રથયાત્રાના આયોજનને લઇને પોલીસને કોઇ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી અને બીજી તરફ હાઇકોર્ટમાં પણ મેટર પેન્ડિંગ હોવાથી પોલીસ એ આ વખતે કોઇપણ પ્રકારની તૈયારી હજુ સુધી કરી નથી. રથયાત્રાના આયોજન અંગે પોલીસ અને મંદિરના ટ્રસ્ટીઓ સરકાર અને હાઇકોર્ટના આદેશની રાહ જોઇ રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.