Site icon hindi.revoi.in

PM મોદી 24મીએ જૂનાગઢ રોપ-વે, યુએન મહેતા હોસ્પિટલનું કરશે ઇ-લોકાર્પણ

Social Share

ગાંધીનગર: પીએમ મોદી આગામી 24મી ઑક્ટોબરે જૂનાગઢમાં નિર્મિત દેશના સૌથી મોટા રોપ-વે ઉપરાંત રૂ.470 કરોડના ખર્ચે વિકસિત થયેલી યુએન મહેતા હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરશે. તે ઉપરાંત ખેડૂતોને તે દિવસે વીજળી આપવાની કિસાન સર્વોદય યોજનાનો પણ પ્રારંભ કરાવશે. પીએમ મોદી 24મી ઑક્ટોબરે સવારે 10.30 વાગ્યે વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરશે.

દેશનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ ગુજરાતના જૂનાગઢમાં આકાર પામ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગીરનાર પર્વત પર આવેલાં ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે શ્રદ્વાળુઓને 10 હજાર પગથિયા ચડીને જવું પડતું હતું પણ હવે વૃદ્વ, મહિલા અને બાળકો રોપ-વેના માધ્યમથી ગીરનાર પર્વત પર જઇ શકશે.

અશિયાટિક સિંહને નિહાળવા માટે દર વર્ષે લાખો પર્યટકો ગીર જંગલની મુલાકાત કરે છે ત્યારે પ્રવાસી માટે આ રોપ વે એક નવું નજરાણું બની રહેશે. રોપવેમાં બેસીને ગીરના જંગલને નિહાળવાનો આહલાદક નજારો અપ્રિતમ બની રહેશે. આ રોપ-વેને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનો પણ વેગ મળશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં રૂ.470 કરોડના ખર્ચે આકાર પામેલી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને અત્યાધુનિક સાધનોથી સુસજ્જ કરાઇ છે જ્યં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં 850 બેડ ઉપલબ્ધ છે.

તે ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના કિસાન સર્વોદય યોજનાનો પણ પીએણ મોદી પ્રારંભ કરાવશે. પ્રારંભિક ચરણમાં પાટણ, ગીર સોમનાથ, દાહોદ જીલ્લાના અંદાજે 2-3 હજાર ગામોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

(સંકેત)

Exit mobile version