Site icon hindi.revoi.in

પીએમ મોદીએ ગાંધીનગરમાં કેશુભાઇ પટેલ તેમજ કનોડિયા બંધુઓને શ્રદ્વાંજલિ અર્પણ કરી

Social Share

ગાંધીનગર: પીએમ મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુરુવારે ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલના નિધનને પગલે પીએમ મોદીના કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે ગાંધીનગરમાં સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલના ઘરે પહોંચીને સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલના શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી અને કેશુભાઇ પટેલના પરિવારજનોને મળ્યા હતા.

આ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતી ફિલ્મોના કલાકારો મહેશ અને નરેશ કનોડિયાના નિધનથી તેમના ઘર કનોડિયા મેન્સન ખાતે પણ ગયા હતા અને ત્યાં કનોડિયા બંધુઓને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદી પીએમ મોદીએ કનોડિયા બંધુઓના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી.

નોંધનીય છે કે આજે સવારે 9.45 કલાકે પીએમ મોદીનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું. ત્યાંથી સીધા મોટર માર્ગે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં પીએમ મોદીએ તેમના પ્લેનમાંથી ઉતરતા જ માસ્ક પહેર્યું હતું અને તેમને આવકારવા ઉપસ્થિત સરકારના ટોચના નેતાઓ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું.

(સંકેત)

Exit mobile version