Site icon hindi.revoi.in

હવે ખાનગી લેબમાં પણ કોરોનાનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે, આટલો થશે ચાર્જ

Social Share

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે. ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબમાં જઇને ટેસ્ટ કરાવે તો 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઇ સેમ્પલ કલેક્ટ કરી તો રૂપિયા 550નો ખર્ચ થશે.

આપને જણાવી દઇએ કે વિવિધ ખાનગી લેબોરેટરી દ્વારા સરકાર પાસે રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાની માંગણી કરાઇ હતી. જેથી કેટલીક શરતોને આધિન તેમજ ચોક્કસ યોગ્યતા ધરાવતી ખાનગી લેબોરેટરીઓને રેપિટ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી અપાઇ છે. જો કે આ માટે લેબમાં એમડી પેથોલોજીસ્ટ કે એમડી માઇક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા આવશ્યક છે.

ટેસ્ટ માટે ICMR માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે. ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.450 અને GJA ફોર એન્ટિબોડી ટેસ્ટ કરાવે તો રૂ.500નો ચાર્જ લેવાનો રહેશે. આ ઉપરાંત લેબએ જે-તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે-તે જીલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઇપણ સંસ્થાને આપવાની રહેશે નહીં.

(સંકેત)

Exit mobile version