1. Home
  2. revoinews
  3. રથયાત્રા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
રથયાત્રા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રથયાત્રા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

0
  • અમદાવાદની સુપ્રસિદ્વ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મોટા સમાચાર
  • કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: પ્રદીપસિંહ જાડેજા
  • રથયાત્રાના આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતાનો માહોલ

અમદાવાદની સુપ્રસિદ્વ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતા જોવા મળી રહી છે. આ જ દિશામાં હવે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે સરકારે આ અંગે હજુ કોઇ નિર્ણય કર્યો નથી. આ પહેલા મંગળવારે એવા અહેવાલ પ્રસિદ્વ થયા હતા કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રા જનતા કફર્યૂ વચ્ચે નીકળશે અને માત્ર 200 લોકો તેમાં સામેલ થશે. જો કે કોરોના સંક્રમણને કારણે હજુ કોઇ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.

રથયાત્રા આયોજન અંગે મીડિયા સાથે વાત કરતા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે “રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં કોરોના સંક્રમિત 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ તેમજ તમામ વિભાગો પાસે આ અંગે પ્રતિક્રિયા મંગાવી છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.”

રાજ્યના ગૃહમંત્રીના આ નિવેદન બાદ હવે રથયાત્રાના આયોજનને લઇને ફરી અનિશ્વિતતાનો માહોલ પ્રવર્તિત થયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસના 16મી જૂને નવા 524 કેસ નોંધાયા હતા. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ જીલ્લામાં જ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.