1. Home
  2. revoinews
  3. હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી હવે બધું પુરુ થાય છે: મોરારિબાપુ
હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી હવે બધું પુરુ થાય છે: મોરારિબાપુ

હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી હવે બધું પુરુ થાય છે: મોરારિબાપુ

0
  • દ્વારકામાં કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો મામલો
  • બાપુએ આપ્યું નિવેદન, કહ્યું:  હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે
  • પબૂભા માણેક વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાની લોકોની માંગ

ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદિત ટિપ્પણી બાદ મોરારિબાપુ માફી માંગવા માટે ગઇકાલે દ્વારકા પહોંચ્યા હતા જ્યાં કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે જામનગરના સાંસદ પૂનમ માડમે વચ્ચે પડીને બાપુને બચાવ્યા હતા. આ ઘટનાનો સમાજમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે અને રોષે ભરાયેલા લોકોએ પબૂભા માણેક વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ ઘટના બાબતે તલગાજરડા ખાતે મોરારિબાપુએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે. અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું, મારા તરફથી આ બધું પુરૂ થયું છે.

નોંધનીય છે કે, કેટલાક સમય અગાઉ કથા દરમિયાન કથાકાર મોરારિબાપુએ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઇ બલરામ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેને લઇને આહીર સમાજ તેમજ કાન્હા વિચાર મંચ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આહીર સમાજની માંગણી હતી કે બાપુ એકવાર દ્વારકાધીશના ચરણોમાં માફી માંગી જાય. આથી મોરારિબાપુએ ગઇકાલે દ્વારકાધીશમાં ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગી હતી. બાદમાં જ્યારે મંદિર પરિસરમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક એ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.