Site icon hindi.revoi.in

ગૃહ મંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાતની મુલાકાતે, માણસામાં માતાજીની પૂજા-આરતી કરશે

Social Share

ગાંધીનગર: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 17મી ઑક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રહેશે. અગાઉ તેઓ 17મી ઑક્ટોબરના રોજ આવવાના હતા, પરંતુ હવે તેમના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને આજે સાંજે તેઓ અમદાવાદ આવી પહોંચશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહ ગુજરાતમાં રોકાશે. તેઓ વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠકો કરે તેવી શક્યતા છે. 17મી ઑક્ટોબરે પરત દિલ્હી ફરે તેવી સંભાવના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમજ આરતીમાં પણ ભાગ લેશે. અમિત શાહ દર નવરાત્રિના પર્વ પર પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં અચૂકપણે ભાગ લે છે.

નોંધનીય છે કે, અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે, આથી તેમની જ તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીનાં દર્શને આવી રહ્યા છે.

(સંકેત)

Exit mobile version