Site icon hindi.revoi.in

હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું PM મોદી આવતીકાલે કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, 24 કલાકમાં જ 3800 યાત્રીઓએ કરાવ્યું બુકિંગ

Social Share

સુરત: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વે બાદ પીએમ મોદીના બીજા ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આવતીકાલથી થશે. પીએમ મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. રો-પેક્સ ફેરીનું હાલ ઓનલાઇન બુકિંગ ચાલી રહ્યું છે. પ્રારંભમાં માત્ર 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇન્ડિગો સીએ બુકિંગ શરૂ કર્યાના 24 કલાકમાં જ 3800 યાત્રીઓએ બુકિંગ કરાવ્યું છે. એ સાથે 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થઇ ગયું છે. એ સાથે જ 12 હજાર ઇન્કવાયરી મળી છે.

સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

8મી નવેમ્બરથી રો રો પેક્સનો પ્રારંભ થયા બાદ રાજ્ય સરકારના આદેશથી સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ અને સિટી બસ શરૂ કરવાની છે, જે બસ અડાજણથી હજીરા પોર્ટ સુધીની હશે.

નોંધનીય છે કે અદાણીએ રો-પેક્સ માટે 30 કરોડના ખ્ચે 200 પેસેન્જર બેસી શકે તેવું ટર્મિનલ બનાવ્યું છે. જેમાં ટિકિટ બુકિંગ, સિક્યોરિટી, કેન્ટીન સહિતની સુવિધાઓ છે.

(સંકેત)

Exit mobile version