1. Home
  2. revoinews
  3. રાજ્યની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોને આ લાભો આપવા ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે કરી રજુઆત
રાજ્યની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોને આ લાભો આપવા ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે કરી રજુઆત

રાજ્યની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોને આ લાભો આપવા ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે કરી રજુઆત

0
  • યુનિવર્સિટીના અધ્યાપકોને CAS અંતર્ગત લાભ આપવા માટે GUSSની રજુઆત
  • GUSS એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પણ આપ્યું આવેદનપત્ર
  • CAS અંતર્ગત અધ્યાપકોને પ્રમોશન સહિતના લાભો આપવાની માંગણી

કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હોવાથી તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અધ્યાપકો માટેના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CAS અંતર્ગત મળતા પ્રમોશનના લાભો અટકાવવા અંગેનો મનસ્વી અને અન્યાયી પરિપત્ર થયો છે.

તેના વિરોધમાં સરકારમાં રજુઆત સાથે આજે ગુજરાત શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા રાજ્યભરમાં દરેક યુનિવર્સિટીના કુલપતિ/રજિસ્ટ્રાર, સિન્ડિકેટ મેમ્બર્સ, સ્થાનિક કલેક્ટર, MP, MLA ના માધ્યમથી સરકારમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક અસરથી આ પરિપત્ર રદ કરીને CAS ના લાભો પૂન:શરૂ કરવા અંગે રજુઆત કરી છે.

આ અનુસંધાને આજે GUSSના પદાધિકારીઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પણ આપ્યું હતું.

નોંધનીય છે કે, “રાષ્ટ્રકે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમે શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજ” એ સંગઠન સૂત્રને ચરિતાર્થ કરવા માટે ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ” વર્ષ 1988 થી કાર્યરત છે. ભારતીય શૈક્ષણિક મુલ્યો પ્રત્યે સમર્પિત આ સંગઠનના એકમ તરીકે શિક્ષણ જગત અને અધ્યાપકોના પ્રશ્નોને વાચા આપતું ‘ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ’ યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ માટે હંમેશા કટિબદ્વ રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.