Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં લેવાશે, જુઓ તારીખ અને સંપૂર્ણ ટાઇમટેબલ

Social Share

કોરોના સંકટને કારણે સંક્રમણ ના ફેલાય તે માટે બે વખત સ્થગિત કરવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ આજે જાહેર થઇ ગયો છે. આ ઓફલાઇન પરીક્ષાઓ હવે 3 અને 12 સપ્ટેમ્બરથી બે તબક્કાઓમાં લેવામાં આવશે.

વાંચો પરીક્ષાનું સંપૂર્ણ ટાઇમટેબલ

આ પરીક્ષાઓ દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવું પડશે. તે ઉપરાંત બીમારી કે અન્ય કોઇ કારણોસર આ પરીક્ષાઓ ના આપી શકનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઓથોરિટી તરફથી વધુ એક તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ

ઓફલાઈન પરીક્ષા આપવા ન માગતા હોય તો તે વિદ્યાર્થી માટે ઓનલાઈન પરીક્ષા તેમજ સ્થાનિક, રાજ્ય બહાર કે વિદેશમાં રહેતા કોઈપણ વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા આપવા ન માગતા હોય તો તેના માટે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

ઓનલાઇન પરીક્ષામાં MCQ રીત અપનાવાશે

આ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા સોફ્ટવેર માધ્યમથી લેવાશે. તેમાં MCQ રીત અપનાવાશે. તેનો ગુણભાર પણ ઓફલાઇન પરીક્ષા જેટલો જ રહેશે.

પરીક્ષાનો સમય

પરીક્ષાના કાર્યક્રમ અનુસાર પરીક્ષાનો સમય સવારે 10થી 12 અને બપોરે 3 થી 5 એમ નક્કી કરવામાં આવ્યો છે. પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે. કોઇ વિભાગના વડા કોર્સ કે વિષયમાં પોતાની રીતે ઓનલાઇન, ઓફલાઇન કે પછી બ્લેન્ડેડ મોડમાં પરીક્ષા લેવા માંગતા હોય તો તે અંગેની મંજૂરી લેવી પડશે.

(સંકેત)