Site icon hindi.revoi.in

ગુજરાતમાં શાળાઓ ખોલવા મુદ્દે સરકારે લીધો આ નિર્ણય

Social Share

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તિત છે ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-6ની નવી ગાઇડલાઇન આવ્યાં બાદ નિર્ણય લેવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર કેન્દ્રની અનલોક-06ની નવી ગાઇડલાઇન બાદ નિર્ણય લેવા અંગેની વિચારણા કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આજે ગાંધીનગર ખાતે રાજ્યાના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક યોજાઇ હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જો કે સંચાલક મંડળે દિવાળી પછી શાળા ખોલવા અંગે તૈયારી દર્શાવી હતી.

મહત્વનું છે કે આજે સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હુતં. ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળા બંધ થયાને 6 મહિના થયા, ત્યારે ક્યારેક ને ક્યારેક તો શાળાઓ શરૂ કરવી જ પડશે. સરકાર આ અંગે એકલા હાથે નિર્ણય ના લઇ શકે. તેથી તમામ લોકો સાથે બેઠક કરીને આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

(સંકેત)

Exit mobile version