1. Home
 2. revoinews
 3. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં અગ્રેસર
ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં અગ્રેસર

ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં અગ્રેસર

0
 • તા. ૧૯-૬-૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં કુલ ૧ લાખ ૧૦ હજાર ઘરો ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ
 • માત્ર નવ માસમાં જ ૫૫૬૩૦ ઘરો ઉપર એકત્રિત ર૦૮ મેગાવોટના સોલાર-રૂફટોપ ઇન્સ્ટોલ કરી સમગ્ર રાષ્ટ્રમાં અગ્રેસર રહેતું ગુજરાત:-
 • સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અન્વયે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના
 • વીજગ્રાહકો આવરી લેવાશે
 • મુખ્યમંત્રીશ્રીનો સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગથી રાજ્યમાં પર્યાવરણ રક્ષાનો અભિગમ સાકાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી-સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે.

આ પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ પપ૬૩૦ સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી ર૦૮ મેગાવોટના પ્લાન્ટસ માત્ર નવ માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે.

મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE)ની વેબસાઇટના અહેવાલો અનુસાર તા.૩૧ મે- ૨૦૨૦ સુધીમાં કુલ ૫૫૮.૧૭ મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઊર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવા ગુજરાત લીડ લેવા સજ્જ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઘરવપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો મહત્તમ વિનિયોગ કરતા થાય તે માટે ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના ૪૦ ટકા તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર આપે છે.

આ હેતુસર રાજ્યના ૨૦૨૦-૨૧ના તાજેતરના બજેટમાં પણ ૯૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ૧૯ જૂન- ૨૦૨૦ સુધીમાં ‘‘સૂર્ય ગુજરાત’’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે ૧.૨૮ લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર મળી છે.

GUVNL દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ આઉટરીચ પ્રોગ્રામ અને તાલીમ પ્રવૃત્તિઓને કારણે મોટી સંખ્યામાં આવી અરજીઓ પ્રાપ્ત થઈ છે.

રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ અને ઊર્જા સંરક્ષણ મામલે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE) માટેની રાજ્યની નોડલ એજન્સી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા) એ પણ સોલાર રૂફટોપને લઇને મહત્વની ભૂમિકા નિભાવી છે.

ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ એવા ગુજરાત સરકારના આ સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું પણ નોંધપાત્ર યોગદાન રહેલું છે. રાજ્યમાં કેટલાક નવીન કાર્યક્રમો, વ્યૂહરચનાનું અમલીકરણ અને કેટલીક પહેલના માધ્યમથી જેડા કેટલીક મહત્વની ટેક્નોલોજીને લૉન્ચ કરવામાં સફળ રહી છે.

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના આ ટેક્નોલોજી પ્રોગ્રામ્સને મળી છે મંજૂરી

 • વીજ ઉત્પાદન માટે બાયો, સોલાર અને પવનને લગતા વધારાના સ્ત્રોત
 • જ્યાં નિયમિત વીજ ઉત્પાદન શક્ય ના હોય તેવા અંતરિયાળ વિસ્તારોનું વીજળીકરણ કરવું
 • પ્રોસેસ હીટ એપ્લિકેશન, હીટિંગ અને કૂંકિગ માટે સૂર્ય ઊર્જા
 • વોટર પમ્પિંગ માટે બાયો, સોલાર અને પવનના સ્ત્રોતો
 • પરિવહન માટે પ્રદૂષણ ના ફેલાવતા ઇંધણનું ઉત્પાદન
 • કાર્યક્ષમ ઉર્જા માટેના વ્યૂહાત્મક પગલાં લેવા

આ દરેક પ્રોગ્રામ્સનું હાલમાં સંચાલન થઇ રહ્યું છે. તે ઉપરાંત ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઊર્જાના નવા અને નવીનીકરણીય સ્ત્રોત ક્ષેત્રે સંશોધન માટેના પ્રોજેક્ટ કે રિસર્ચ પ્રોગ્રામને આર્થિક સહાય કરે છે અને સાથોસાથે તે કાર્યક્રમમાં સંકલન પણ કરે છે. રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટના વિસ્તાર હેતુસર નક્કી કરાયેલા કાર્યક્રમોને તકનિકી અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. ઊર્જા સંબંધિત દરેક પ્રક્રિયાની પર્યાવરણ પરની અસરનો પણ અભ્યાસ કરે છે. તે ઉપરાંત ઉર્જા સંસાધન કેન્દ્રની સ્થાપના કરવી જે ઊર્જાનો સંગ્રણ કરીને તેને ક્રમબદ્વ કરે અને માહિતીનું સંચાલન કરે. આ રીતે આ સંસ્થા સોલાર રૂફ ટોપ અને અન્ય રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સક્રિય ભૂમિકા નિભાવી રહી છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં અગ્રેસર એવા ગુજરાત પછીના ક્રમે ૨૬૬.૮૨ મેગા વોટ સાથે રાજસ્થાન બીજા ક્રમે, ૨૪૫.૫૦ મેગા વોટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે, ૨૩૨.૭૭ મેગા વોટ સાથે કર્ણાટક ચોથા ક્રમે, ૧૫૬.૨૦ મેગા વોટ સાથે દિલ્હી પાંચમા ક્રમે, ૧૫૬.૦૦ મેગા વોટ સાથે તમિલનાડું છઠ્ઠા ક્રમે, ૧૪૬.૧૦ મેગા વોટ સાથે ઉત્તરપ્રદેશ સાતમા ક્રમે, ૧૨૧.૩૪ મેગા વોટ સાથે હરિયાણા આઠમાં ક્રમે, ૧૧૮.૫૨ મેગા વોટ સાથે પંજાબ નવમાં ક્રમે, ૧૧૮.૨૨ મેગા વોટ સાથે તેલંગણા દસમાં ક્રમે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.