Site icon hindi.revoi.in

દેશના પ્રથમ બે ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક ગુજરાતમાં સ્થપાશે

Social Share

અમદાવાદ:   દેશમાં મુખ્ય મસાલા પાકો, વરિયાળી, જીરુંના બિયારણની ક્ષમતા વધારવા અને ઉત્તમ પદ્વતિઓ અપનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતમાં બે સ્થળોએ સૌ પ્રથમવાર ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક સ્થાપવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રીએના બાર્ડ-સમર્થિત ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક – બનાસકાંઠા જીલ્લામાં વરિયાળી બિયારણ અને પાટણમાં જીરું (જીરું બિયારણ)ના મંજૂરી પત્ર બે ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને જારી કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય મસાલા પાકોના ઓર્ગેનિક સીડ વેલ્યૂ ચેઇનને પ્રોત્સાહન આપવાનો છે.

આ વિશે જાણકારી આપતા નાબાર્ડના અધ્યક્ષ જી.આર.ચિંટાલાએ જણાવ્યું હતું કે બંને સ્પાઇસ સીડ પાર્ક સંપૂર્ણ વેલ્યૂ ચેઇન બનાવશે અને ખેડૂતોને ક્ષમતા નિર્માણની તાલીમ અપાશે.

બંને સ્પાઇસ પાર્કને કુલ 23 લાખની સહાય આપવામાં આવી છે, જેમાં પ્રત્યેક 50 ખેડૂત હશે. એકવાર તૈયાર થઇ ગયા પછી, આ વિશેષ સંસ્થાઓ બીજ એકત્રિત કરશે, જે ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડી.કે.મિશ્રાએ કહ્યું હતું કે બજારોમાં મોકલતા પહેલા બિયારણનું ઉત્પાદન ગ્રેડિંગ, શોર્ટિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. એવો પ્રયાસ છે કે ખેત ઉત્પાદક મંડળીઓના સભ્ય ખેડૂતોને તેમના ઉત્પાદન માટે આ જૈવિક બિયારણ પ્રાપ્ત થાય.

નોંધનીય છે કે દેશમાં અંદાજે 8 હજાર જેટલી ખેત ઉત્પાદક મંડળીઓ છે, જેમાં દરેક મંડળીમાં 300-400 ખેડૂતો છે.

(સંકેત)

Exit mobile version