Site icon hindi.revoi.in

અંતે રાજ્ય સરકાર ઝુકી, સી-પ્લેનનું ભાડું ઘટાડી 1500 નક્કી કરાયું

Social Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનના તોતિંગ ભાડાને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને રાજ્ય સરકારે પણ  ચૌ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અંતે હવે લોકલાગણી સામે સરકાર ઝુકી છે. રાજ્ય સરકારે હવે સી-પ્લેનના ભાડાના દર ઘટાડ્યા છે. રાજ્ય સરકારે હવે સી-પ્લેનનું ભાડું ઘટાડીને 1500 રૂપિયા કર્યું છે.

જાણો સી-પ્લેનની ખાસિયતો વિશે

આપને જણાવી દઇએ કે અગાઉ સી-પ્લેનનું ભાડુ 4,800 રૂપિયા હતું. જેના પગલે લોકોમાં આટલા તોતિંગ ભાડા પર ઉહાપોહ થયો હતો અને ત્યારબાદ સરકારી આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. હવે મુસાફરોને ટિકિટ પરવડે તે માટે સરકારે ભાડું ઘટાડીને 1500 રૂપિયા કર્યું છે.

મહત્વનું છે કે પીએમ મોદી 31મી ઑક્ટોબરે સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં 2 વાર સી-પ્લેન ઉડાન ભરશે. તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયન સંખ્યા વધારવામાં આવશે.

(સંકેત)

Exit mobile version