Site icon hindi.revoi.in

ગુજરાત સરકારે ફટાકડા મુદ્દે જાહેરનામુ બહાર પાડ્યું

Social Share

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે તહેવારોની મોસમ ચાલુ થઇ છે અને દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટિસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

તે ઉપરાંત જીલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.

દેશમાં કેટલાક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પણ એક જાહેરનામુ બહાર પાડ્યું છે જેમાં વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવાના સૂચના આપવામાં આવી છે. તો જાહેરમાં માસ્ક પહેરવું પણ ફરજીયાત બનશે.

NGTએ ફટાકડા મુદ્દે રાજ્ય પાસે જવાબ માંગ્યો હતો. આ જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. પર્યાવરણ અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલુ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. ફટાકડા પર પ્રતિબંધ પર હાલ કોઇ વિચારણા નથી.

(સંકેત)

Exit mobile version