Site icon hindi.revoi.in

તો શું રાજ્યમાં ફરી લોકડાઉન થશે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

Social Share

ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને અમદાવાદમાં ખાસ કરીને કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ સોલા સિવિલનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. સોલા સિવિલમાં 100થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સોલા સિવિલમાં 38 તબીબ, 73 નર્સ કોરોના પોઝિટિવ થયા છે, જ્યારે 2 ફાર્માસિસ્ટ અને 14 સફાઇ કર્મચારીઓ કોરોનાનો ચેપ લાગ્યો છે.

આ પ્રકારની સ્થિતિ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાના સતત વધતા કેસ વચ્ચે સોશિયલ મીડિયામાં રાજ્ય સરકાર ફરી લોકડાઉન લાગૂ કરે તેવા મેસેજો જલ્દી વાયરલ થઇ રહ્યા છે. આ પ્રકારના મેસેજોથી લોકો પણ લોકડાઉનને લઇને અસમંજસમાં મૂકાઇ રહ્યા છે. લોકડાઉનના મેસેજો ફરતા અંતે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં સામે આવી છે. સરકારે કોરોનાના કેસ વધ્યા હોવાનું સ્વીકાર્યું છે પરંતુ સરકારે લોકડાઉનના વાત પાયાવિહોણી અને તથ્ય વગરની હોવાનું ગણાવ્યું છે. તેથી આ મેસેજો માત્ર અફવા સાબિત થયા છે.

કોરોનાના વધતા કેસના ઝડપી નિદાન માટે શહેરમાં 200 સ્થળે વિના મૂલ્યે કોરોનાના ટેસ્ટ થઇ શકશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે અમદાવાદ શહેરમાં 60 ટકા બેડ ભરેલા છે ત્યાં જ 2848 બેડ ખાલી છે. શહેરમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કોરોનાને લઇને સર્વેલન્સ કરાશે.

મહત્વનું છે કે, હાલમાં દિવાળીની રજાઓ છે ત્યારે લોકો રજા માણી રહ્યા છે અને ફરી રહ્યા છે જેને કારણે પણ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે અને બીજી તરફ લોકો રેપિડ ટેસ્ટ 2 કે 3 વખત ના કરાવે તેમજ કિટનો દૂરુપયોગ ના થાય તે માટે અમદાવાદના સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવનારાને હવે ચૂંટણી પર લગાવાય છે તેવું શાહીનું નિશાન આંગળી પર લગાવવામાં આવે છે.

(સંકેત)

Exit mobile version