Site icon hindi.revoi.in

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ગુજરાતમાં હોમ-સ્ટે પોલિસી વર્ષ 2014 થી 2019 સુધી બનાવવામાં આવી હતી. આ પોલિસીમાં સુધારા-વધારા લાંબા સમયથી પેન્ડિંગ હતા. આ સંદર્ભે મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રાલય વચ્ચે ત્રણેક જેટલી બેઠકો કરવામાં આવી હતી. જેમાં આ વખતે હોમ-સ્ટે પોલિસીમાં ગ્રામીણ ધરોહરને પણ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં ગુજરાતના ગ્રામીણ જીવન સંસ્કૃતિના ઇતિહાસ અને ધરોહરને માણવા આવતા વિદેશી મહેમાનોને સ્વચ્છ, સલામત, અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવવાના હેતુસર હોમ-સ્ટે પોલિસીમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2014-19 હોમ સ્ટે પોલિસી છે જેમાં વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. રૂપાણી સરકારના આ સુધારાત્મક પગલાંઓના પરિણામ સ્વરૂપ ગ્રામીણ ક્ષેત્રે વધુ રોજગારીની તકોનું સર્જન થશે તેમજ ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે.

હોમ સ્ટેની જૂની પોલિસીમાં કરાયેલો સુધારો

વિદેશી પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિથી કરાવાશે પરિચિત

રૂપાણી સરકારની આ મહત્વપૂર્ણ હોમ સ્ટે પોલિસી દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાનની વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી પરિચિત કરાવશે. ગુજરાતનું ગ્રામીણ જીવન, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસની સગવડ આ હોમ સ્ટે પોલિસી અન્વયે મળશે.

(સંકેત)

Exit mobile version