Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીને લઇને જાહેરનામું જાહેર કર્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોરનાની ગાઇડલાઇન પણ નક્કી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણીને લઇને જાહેરાત કરવામાં આવી છે. આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે 19 તારીખે ફોર્મની ચકાસણી થશે.

ચૂંટણી પંચે કરેલી જાહેરાત

વિધાનસભાની સ્થિતી 
ભાજપઃ 103
કોંગ્રેસઃ 65
બીટીપીઃ 02
એનસીપીઃ 01
અપક્ષઃ 01
કુલ બેઠકોઃ 182

મહત્વનું છે કે, ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન થશે. ત્યારબાદ 10 નવેમ્બરે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ગઢડા, કરજણ, ધારી, કપરાડા, ડાંગ બેઠક પર મતદાન યોજાશે.

(સંકેત)